Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના વગેલા ગામના ખેતર માંથી ગાંજાનો 2,09,400 નો મુદ્દામાલ ઝડપી પાડતી એસ.ઓ.જી દાહોદ એક વ્યક્તિની અટકાયત કરાઈ

પંકજ પંડિત

ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના છોડ નંગ 58 જેનું વજન 20.940 કિલો જેની અંદાજિત કિમત 2,09,400 ઝડપી પડાયાઝલોદ તાલુકાના ચાકલીયા પોલિસ સ્ટેશન વિસ્તારના વગેલા ગામના ઢાંકણી ફળિયામાં આવેલ એક ખેતરમાં પારુ સુરપાળ ડામોર પોતાના ખેતરમાં નશીલા પદાર્થની ખેતી કરતા હોવાની બાતમી દાહોદ એસ.ઓ.જીના પી.આઈ એસ.જે.રાણાને મળતા તેઓ પોતાના પોલિસ સ્ટાફ સાથે બાતમી મળેલ વિસ્તારમાં તપાસ આદરી હતી.પી.આઈ એસ.જે.રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.માળી તેમના પોલિસ સ્ટાફ સાથે બાતમી વાળી જમીન પર પહોંચતા તેઓને ખેતરમાં વનસ્પતિજન્ય લીલાં ગાંજાના છોડનુ વાવેતર મળી આવેલ હતું. ખેતર માલિક ખેતરમાં ભીંડા તેમજ ગવારસિંગના વાવેતરની આડમાં ગાંજાનુ વાવેતર જોવા મળી આવેલ હતું. તાત્કાલિક દાહોદ એસ.ઓ.જી પોલીસ દ્વારા ખેતરમાં ઊગેલ માલની ઝડતી લેતા ગાંજાના છોડ નંગ 58 જેનું કુલ વજન 20.940 કિલોગ્રામ હતું જેની અંદાજિત કિંમત 2,09,400 થાય છે. દાહોદ એસ.ઓ.જી દ્વારા ગાંજાના છોડ સહિતના માલને ઝડપી એક આરોપી પારુ સુરપાળ ડામોરની અટકાયત કરી એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

સંજેલી તાલુકાના હીરોલા ગામના વિદ્યાર્થી સરદાર પટેલ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી પસંદ થતા સંજેલીનો ગૌરવ વધાર્યું..

Admin

દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના આવ્યું.

gujaratjanekta

મહિસાગરમાં શાહે કહ્યું, કોંગ્રેસીયાઓએ આસ્થા કેન્દ્રોને અપમાનિત કરવાનું કામ કર્યું ભાજપે તેનો પૂર્ણોદ્ધાર કરવાનું કામ કર્યું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial