Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ સ્પોર્ટસ

ખેલ મહાકુંભ ૨૦૨૫ : મહીસાગર જિલ્લાની ખ્યાતનામ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ સિદ્ધિ મેળવી – જાણો વધુ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલમહાકુંભ-૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની જુદી જુદી સ્પર્ધાઓ મહીસાગર જિલ્લાના આંગણે યોજાઈ હતી. આ સ્પર્ધામાં મહીસાગર જિલ્લાના ભાઈઓ અને બહેનોએ તમામ કેટેગરીમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે, જિલ્લાના યુવા ખેલાડીઓએ તેમની રમતગમતની પ્રતિભાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને શિસ્તબદ્ધ માર્શલ આર્ટ્સનુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ.

મહીસાગર જિલ્લામાં ખેલ મહાકુંભ તાલુકા કક્ષાએ 7/11/2025 થી 15/11/2025 દરમિયાન યોજાયેલ હતો. જેમાં વિવિધ રમતો જેવી કે ચેસ, યોગાસન, ખોખો, વોલીબોલ, એન્થલેટિક્સ વગેરેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન તાલુકા લેવલે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવી શાળાનું નામ રોશન કર્યુ હતું.

જિલ્લા કક્ષાએ આયોજિત ખેલ મહાકુંભ તા. 17/11/2025 થી 21/11/2025 દરમ્યાન યોજાયો હતો. જેમાં ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ કરાટે, સ્કેટિંગ, ચેસ,યોગાસન, વોલીબોલ વગેરે રમતોમાં જિલ્લા કક્ષાએ પણ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું.

આમ તાલુકા અને જિલ્લા કક્ષાએ ક્રિસ્ટલ સ્કૂલના રમતવીરોને કુલ રોકડ ઇનામ ₹2,41,500 જેટલું મળવાપાત્ર થયુ હતું. જિલ્લામાં મેળવેલ આ અનેરી સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ, શાળાના વ્યાયામ શિક્ષક શ્રી લાલાભાઇ તથા સમગ્ર શિક્ષકગણે સર્વે રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ભવિષ્યમાં પણ આવી ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા માટે શુભેચ્છા પાઠવી હતી.

Share

Related posts

ફતેપુરા ખાતેથી બિન આરોગ્યપ્રદ શંકાસ્પદ ડુપ્લીકેટ તેલનો જથ્થો ઝડપાયા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ

gujaratjanekta

રાષ્ટ્રપતિ અને PM મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી, કરી સુખ-સમૃદ્ધિની કામના

gujaratjanekta

જનઆક્રોશ યાત્રાના મંચ પરથી ભાજપને મોટો ઝટકો, 2025ના રાજીનામા બાદ નિષ્પક્ષ રહેલા મહેશ વસાવાએ પકડ્યો કોંગ્રેસનો હાથ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial