Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

“માંડવીના ગોધરા ગામે ૧૩.૧૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું”

:- તાલુકાનાં સર્વાંગી વિકાસ માટેની કટિબદ્ધતા દર્શાવવામાં આવી

:-કાર્યક્રમમાં સંતો, ધારાસભ્ય, પદાધિકારી સહિતનાં લોકોની ઉપસ્થિતિ

 

માંડવી:- 

માંડવી તાલુકાનાં ગોધરા ગામે રાધાવાડી પાસે વિવિધ રૂ.૧૩.૧૮ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સંતો, ધારાસભ્ય સહિતનાં લોકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

માંડવી તાલુકાનાં ગોધરા-ડોણ રોડથી રાધાવાડી સ્કૂલ સુધીનો રોડ, ગુંદિયાળી ગામે ગુંદલ માતા મંદિરથી મોરાવાડી રોડ, ડોણ -રતડિયા રોડ પર સ્લેબ ડ્રેન, ગઢશીશા -રાજપર રોડ પર સ્લેબ ડ્રેન, નાની- મોટી ભાડઈ રોડ રિસર્ફેસિંગ કામ, હમલાથી ગાંધીગામ રોડ રિસર્ફેસિંગ, દુર્ગાપુર જીઆઇડીસી -ભારાપર રોડ પર સ્લેબ ડ્રેન, દુર્ગાપુરથી ગોધરા રોડ પર સ્લેબ ડ્રેન, દુર્ગાપુર તેમજ ગોધરા ગામે નાણાપંચની ગ્રાન્ટ હેઠળ વિવિધ વિકાસ કામો અને ગોધરા ગામે એટીવીટી અને આયોજનની ગ્રાન્ટ હેઠળના વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

 

કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કોડાય ગુરુકુળના સ્વામી કૃષ્ણજીવનદાસજી અને કપિલ મુનિદાસજી, સરપંચ વર્ષાબેન કન્નડ, જિલ્લા પંચાયતના સદસ્ય ગંગાબેન સેંઘાણી, કેશવજીભાઈ રોશિયા, તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી, સામતભાઈ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, કીર્તિ ગોર. અવનીબેન પટેલ, નેહાબેન ધોળુ નારાયણભાઈ જોશી, કાંતાબેન શિરોખા, સન્મુખસિંહ જાડેજા, મેઘરાજભાઈ જોશી, પ્રેમકુમાર ખાંખલા, કાંતિભાઈ પટેલ, રવજીભાઈ પટેલ, કાનજીભાઈ પટેલ, મેઘરાજભાઈ જોશી, મુકેશભાઈ વાસાણી, ધીરેનભાઈ ગાલા, ભરતભાઈ પિંડોરિયા લક્ષ્મીશંકર જોશી, શરદભાઈ મોતા સહિતનાં લોકો હાજર રહ્યા હતા. ધારાસભ્યએ માંડવી તાલુકાનાં ગામોનાં સર્વાગી વિકાસની નેમ વ્યક્ત કરી હતી.

Share

Related posts

મહીસાગર જિલ્લામા કડાણાના પાણીથી તળાવો, નદી, કોતરો ટૂંક સમયમાં ભરાશે – જાણો વધુ

gujaratjanekta

લુણાવાડામાં વહેલી સવારે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા : ટાઉન પોલીસ ઊંઘતી ઝડપાઈ !

gujaratjanekta

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન: પંચમહાલમાં ખેડૂતો માટે જ્ઞાનની ઉજવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial