Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ઠુઠીકંકાસીયાના 130 ઉપરાંત અરજદારોના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેમા ન આવતા યાદીમાં સમાવવા માંગ કરાઈ

પંકજ પંડિત

પ્રધાનમંત્રી આવાસ યોજના માં અમો અરજદારો ના સર્વે કરેલ હોવા છતાં અમારા નામ યાદીમાં ન હોવા બાબત અરજી અપાઈઠૂંઠી કંકાસિયા ઝાલોદ તાલુકાના છાસીયા ગ્રામ પંચાયતમાં આવે છે ત્યાં રહેતા કાયમી રહેવાસીઓને પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ પંચાયત છાસીયામાં આવેલ કાચા આવાસોનો સર્વે વર્ષ ૨૦૨૫ ના ફેબ્રુઆરીમાં કરવામાં આવેલ હતો.આ સર્વે કરવામાં આવેલ અને તે સર્વે દરમ્યાન સર્વેયર રાજુભાઈ પટેલે અમુક અરજદારોના કાચા આવાસના ફોટા લીધેલ હતા તેમજ આધારકાર્ડ, રેશનકાર્ડ તથા બેન્ક એકાઉન્ટ નંબર તપાસી અને તેની વિગતો તેમના મોબાઈલમાં દાખલ કરેલ હતી. આ અરજદારોના કાચા આવાસોના ફોટા તેમના મોબાઈલ થી લીધેલ અને કાચા આવાસ સાથે અરજદારોના પણ ફોટા લીધેલ હતા. અરજદારોને પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મકાન જ્યાં બનાવવું હોય તે સ્થળનો પણ ફોટો લીધેલ અને આમ બધા અરજદારોની વિગતો સર્વેયર રાજુભાઈ પટેલ લઈ ગયેલ હતા તેમજ તેઓએ અરજદારોને જણાવેલ કે તમારી વિગતો સદર યોજના હેઠળ અરજદાર તરીકે અપડેટ થઈ ગયેલ છે.જે સર્વે પછી હાલ છાસીયા ગ્રામ પંચાયતમાં સદર યોજના માટે આવાસ સહાય ફાળવવા માટે બીજા સર્વે કરવા આવતા સર્વેયર અરજદારોના કાચા આવાસો પર સર્વે કરવા આવેલ નહીં તો અરજદારોએ સર્વેયરને અરજદારો દ્વારા આવાસ બાબત પૂછતાં ઉપરોક્ત અરજદારોના કાચા આવાસોનો બીજો સર્વે કયા કારણ થી નથી કરી રહયા તો સર્વેયર જણાવેલ કે તેમની યાદીમાં અરજદારોના નામ ન હોવાથી અમો અરજદારોના આવાસનો બીજો સર્વે કરવાનો નથી.જેથી અરજદારો દ્વારા તાલુકા પંચાયત અધિકારી ગઢવીને એક લેખિત આવેદનપત્ર આપી અગાઉ સર્વે કરાયેલ મુજબ કાચા મકાન ધરાવતા લોકોને લાભ મળે તેવી લેખિત રજૂઆત કરવા અરજદારો તાલુકા પંચાયત કચેરી એ આવેલ હતા.

Share

Related posts

બિહાર વિધાનસભા ચૂંટણીમા એનડીએ ની ભવ્ય વિજય બાદ સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ અને દાહોદ શહેરમા ભારતીય જનતા પાર્ટીમાઅનેરો ઉત્સાહ જોવા મળીયો.

gujaratjanekta

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ આપશે નહીં – સી.આર.પાટીલ

gujaratjanekta

ઝાલોદ પોસ્ટઓફિસ માં આધારકાર્ડ ને લઈ કામગીરી ચાલી રહી છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial