Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના સાંપોઇ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત

પંકજ પંડિત

ઝાલોદ નગરપાલિકા વિસ્તારના દાઢીયા મુકામે રહેતા તેરસીંગ સુકજી સેલોત તેઓના પત્ની શર્મિલા સેલોત અને પુત્ર રાહુલ સેલોત ને લઈ પોતાની બાઇક GJ-20-B-3057 લઈને લીલવાદેવા મુકામે ભજન મંડળીમા ગયેલ હતા. આ ભજન મંડળી મોડી રાત્રી સુધી ચાલેલ હતી અંદાજીત રાત્રીના 3 વાગ્યા પછી તેઓ બાઇક લઈને પરત ઝાલોદ તરફ આવતા હતા ત્યારે સાંપોઇ ગામે અજાણ્યા વાહન ચાલકે આ બાઈકને અડફેટે લીધી હતી. આ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાસી ગયેલ હોવાનું માલુમ પડેલ હતું. અકસ્માતમાં બાઇક પર બેસેલ ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થયેલ હતી અને જાણવા મળેલ સૂત્રો મુજબ આ બાઈક લઈને આવતા પિતા અને પુત્ર બંનેનું મોત સ્થળ પર થયેલ હતું તેમજ મૃતકના પત્નીને વધુ ગંભીર ઈજાઓ હોવાથી દાહોદ ઝાયડસ મુકામે દાખલ કરવામાં આવેલ હતા અને જાણવા મળેલ સૂત્રો મુજબ ત્યાં આ મહિલાનુ પણ મૃત્યુ થયેલ છે. એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત થતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયેલ હતો. પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી નોંધી ફરાર વાહન વાહન ચાલકની શોધખોળ આદરી છે તેમજ રોડ પર આવતા સી.સી.ટી.વી કુટેજ પણ પોલીસ દ્વારા જોવામાં આવી રહેલ છે.
એક જ પરિવારના ત્રણ સભ્યોનુ મરણ થતા દાઢીયા મુકામે રહેતા તમામ લોકો સરકારી હોસ્પીટલ ઉમટી પડેલ હતા. ઉપસ્થિત સહુ લોકોના ચહેરા પર માતમ છવાયેલો હતો તેમજ આખું વાતાવરણ ગમગીન જોવા મળતું હતું. ઉપસ્થિત લોકોની માંગ હતી કે અકસ્માત સર્જી નાસી છુટેલ વાહન ચાલકને ઝડપી પાડવામાં આવે તેમજ પરિવારમાં હવે બીજું કોઈ મોભી નથી ત્યારે પરિવારમા રહેલ નાના બાળક માટે શું થશે તેમજ તેના જીવન નિર્વાહ નું શું…તેવા વેધક સવાલો ઉપસ્થિત લોકોના મનમાં હતા તેમજ સાથે સાથે માંગ કરેલ છે મૃતકના પરિવારજનોને ન્યાય મળે તેવી વ્યવસ્થા થાય તેવી માંગ લોકો કરી રહેલ છે અને જ્યાં સુધી અકસ્માત કરનાર આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી મૃતક વ્યક્તિઓના પાર્થિવ દેહ સરકારી હોસ્પીટલ માથી નહીં ઉઠાવાય તેવી પણ માંગ કરવામાં આવેલ છે.

Share

Related posts

કૃષિ અને પંચાયત મંત્રીબચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું બાળ વેજ્ઞાનિક પ્રદર્શન યોજાયો

gujaratjanekta

મારી દીકરી મારા ઘર આંગણે નવરાત્રી મહોત્સવ સુખસર” સુખસર નવરાત્રી મહોત્સવ માં ધારાસભ્ય રમેશભાઈ કટારા એ ઉતારી માતાજી ની આરતી *પીપળી ચોકમાં માતાજી ની આરાધના કરી ધારાસભ્ય ગરબે ઘૂમ્યા

gujaratjanekta

ફતેપુરા તાલુકાના મોટાસરણૈયા થી રાજસ્થાન કતલખાને જતી બાર ભેસો ગૌરક્ષક સમિતિએઝડપી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial