Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લુણાવાડા નગરપાલિકાએ આપેલ નોટીસ માત્ર નામની : બિન અધિકૃત બાંધકામ યથાવત !! – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

એક તરફ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે લુણાવાડામાં ગેરકાયદેસર દબાણ કરનારા વ્યક્તિઓ ચુંટણીમાં મોટો ભાગ ભજવશે તેમ દેખાય રહ્યું છે!! મહીસાગર જિલ્લો બન્યા બાદ ગેરકાયદેસર દબાણ અને જમીન પર કબજો જોવા મળી રહ્યો છે ત્યારે લુણાવાડા ના રેવેન્યૂ સર્વે નંબર 267 નવો સર્વે 461 વાળી મિલકત ઘાંચી અબ્દુલ રહેમાન સદ્દીક અબજલ બકરાવાલા જેનાં મૂળ માલિક એમના દાદા થાય છે સદર માલિકી અંગે હાલ કોર્ટ મેટર ચાલે છે ત્યારે કોર્ટ મેટર ચાલુ હોવા છતાં તે જમીન મા કોઇપણ બાંધકામ ના થાય તેમ છતાં પણ (1)શેખ અકબર રસૂલ રહે,વિરણીયા (2)શેખ સબ્બીર હાજી હુસેન રહે,વિરણીયા (3)મલેક બશીર ઉમરાવ EX તલાટી રહે, ઉંડારા દ્વારા મિલકત લેવા દેવા હોવા ન છતાં માલિકી ની સંમ્મતિ વગર નગરપાલિકાની પરમીશન વગર બાંધકામ દલુંખડિયા મોડાસા હાઈવે લુણાવાડા પર વડીલો પાર્જીત જમીનમાં ગેરકાયદેસર ઘૂસી ખાડા- પ્લીંથ બનાવી કામગીરી ચાલુ રાખેલ છે !!

અરજદાર દ્વારા મળતી માહિતી મુજબ આ બાબતે જમીન માલિક દ્વારા કહેવા જતા મારવા ઘસી આવી માં- બહેન સમાણી ગાળો બોલવા લાગેલા. ઉપરોક્ત બાબતે EX PSI ને અરજદારે ફોન ઉપર જણાવ્યું કે અમો એ ત્રણે સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ અરજી કરી છે તો EX PSI જણાવે છે કે અમારે કલેક્ટર ઓફિસમાં જવાની જરૂર નથી કલેક્ટર મારા ઘરે આવશે અને પાલિકા દ્વારા કામગીરી બંધ કરવા નોટીસ આપી હોવા છતાં પાલિકાની નોટીસનો અનાદર કરી બાંધકામ ચાલુ રાખી ધાબુ પણ ભરાઇ ગયુ. ત્યારબાદ નગરપાલિકા દ્વારા બીજી નોટીસ પણ આપવામાં આવી તેમ છતાં બાંધકામ ચાલુ રાખ્યુ. જેથી પાલિકાની નોટિસ નું કઈ જ ઉપજતું નથી તેવુ સ્પષ્ટપણે દેખાય રહ્યું છે. નગરપાલિકા કેમ ચૂપ ચાપ બાંધકામ કરનાર ઇસમો સામે નત મસ્તક છે ? તે મોટો સવાલ રાજકીય સ્તરે તેમજ લુણાવાડા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે બીજી તરફ અરજદાર દ્વારા ફરી કલેક્ટર મહીસાગર તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

Share

Related posts

તવાંગમાં તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, ચીન બોર્ડર પર આજે ગરજશે સુખોઈ-રાફેલ

gujaratjanekta

માનગઢ ખાતે સામાજીક વનીકરણના સહકારથી ગોવિંદ ગુરૂ સ્મૃતિ વનના નવીન પ્રવેશદ્વાર અને પ્રદર્શન હોલનું મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે લોકાર્પણ

gujaratjanekta

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નં. 5 ના કોર્પોરેટરશ્રી તેજલબેન બી. વ્યાસ દ્વારા આધારકાર્ડ, e-KYC સહિતનો મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial