Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વુમન સાયન્સ ક્લબ ગોધરા દ્વારા કણજીયા ખાતે ગ્રામસભા તથા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા વુમન સાયન્સ ક્લબ હેઠળ પંચમહાલ જીલ્લાના વિવિધ સ્થળોએ મહિલા જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં મહિલા જાગ્રતિ કાર્યક્રમ, ગ્રામસભા અંતર્ગત મહિલાઓની તંદુરસ્તી જળવાય તે હેતુથી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.. ઉલ્લેખનીય છે કે મહિલાઓમાં માસિક સ્વચ્છતા તથા જાગૃતિ કેળવાય તે માટે પણ અનેક કાર્યક્રમો થઇ રહેલ છે. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના પ્રમુખ શ્રી સુજલ કુમાર મયાત્રા – કલેકટર શ્રી પંચમહાલ જીલ્લો તથા કાર્યકારી પ્રમુખ ડૉ.સુજાત વલીના માર્ગદર્શન હેઠળ પ્રારંભ થયેલ મહિલા વિજ્ઞાન ક્લબ દ્વારા કણજીયા ગામે સ્વાસ્થ્ય અંગે ખાસ વક્તવ્ય યોજાયું હતું જેમાં ડૉ.શ્રી ફાલ્ગુનીબેન દામા,ડૉ.વંદનાબેન ,રીનાબેન સોની તથા અન્ય મહિલાઓએ શારીરિક રીતે શશક્ત રહેવા ઉપસ્થિત સૌ ને સમજણ પૂરી પાડી હતી.ગામડામાં વસ્તી બાળકીઓ વિજ્ઞાન પ્રત્યે રૂચી કેળવે તથા સાચી સમજણ મેળવી પોતાના જ્ઞાનમાં ઉતરોતર વધારો કરી સમજણ મળે તે માટે ઉપસ્થિત સૌએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.આપને સૌ જાણીએ છીએ કે માનવ જીવનની હર ક્ષણે હર પળે સ્ત્રીઓ તથા વિજ્ઞાનની જરૂર છે. વિજ્ઞાન વગર માનવ વિકાસ થઇ શકે તેમજ નથી.આ ઉપરાંત સ્ત્રીઓએ રોજીંદા જીવનમાં કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી તેમના માં રહેલી લોહ તત્વ ની ઉણપ દુર થઇ શકે તે અંગે વિસ્તૃત પૂર્વક સમજણ આપવામાં આવી હતી.આપની આસપાસ ઉગી નીકળતી વનસ્પતિ જેમકે સરગવો, બિલ્વ ફળ, જુદા જુદા પ્રકારની ભાજી વગેરેનો બહોળા પ્રમાણમાં ખોરાકમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું.તેમજ માસિક દરમ્યાન મહિલાઓને જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તે અંગે વિસ્તૃત સમજણ ડૉ.સુજાત વલી દ્વારા આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.

Share

Related posts

કામની વાત / ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે આ 5 ભૂલો ન કરતા, નોટિસ અને ટેક્સ બંનેથી બચી જશો

gujaratjanekta

ડિજિટલ મોબાઈલ App ના ઉપયોગ વિશેનો ટ્રેનિંગ સેમિનાર કાશ્મીરાબેન પાઠકના નિવાસસ્થાને યોજાયો

gujaratjanekta

પીએમ નરેન્દ્ર મોદીનું નવું સૂત્ર : મેં આ ગુજરાતને બનાવ્યું છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial