Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા નવરાત્રિ મહોત્સવને લઈ ગરબા આયોજકો સાથે મીટીંગ યોજી : નગરમાં ફૂટ પેટ્રોલીંગ કરી ગરબા સ્થળની ચકાસણી કરવામાં આવી

પંકજ પંડિત
ઝાલોદ પોલિસ દ્વારા નવરાત્રિ દરમિયાન માસ-મટનની દુકાનો બંધ રાખવા ગરબા આયોજકો દ્વારા માંગ કરાઈઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પી ડી.આર.પટેલની અધ્યક્ષતા હેઠળ ગરબા આયોજકો સાથે મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં ગરબા આયોજકો સાથે ચર્ચા કરતા મુખ્ય કાર્યકર્તાઓના આઈ કાર્ડ, વાહનોનુ પાર્કિંગ સુવ્યવસ્થિત કરવું, શક્ય હોય તો ફાયર વ્યવસ્થા અને સી.ટી.વી કેમેરાની વ્યવસ્થા કરવી, કોઈ અસામાજિક તત્વો જણાય તો તે અંગે પોલીસનુ ધ્યાન દોરવુ, ગરબા દરમિયાન ફર્સ્ટ એઇડ સુવિધા રાખવી, ગરબા ગ્રાઉન્ડ પર સફાઈ તેમજ ગરબા ગ્રાઉન્ડ બહાર દુકાનોના સ્ટોલ પર કોઈ કચરો જેમ તેમ ન નાખે, ફક્ત ધાર્મિક ધૂન પર ગરબા વગાડવા, કોઈ બીજા ધર્મ વિરુદ્ધ સોશિયલ મીડિયા દ્વારા પર ખોટી ટિપ્પણી ન કરવી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગરબા આયોજકો પાસે પણ આયોજન હેતુ જરૂરી મંજુરી તેમજ વિશેષ આયોજન હોય તો તેની જાણ કરવા જેવા સુચન આપવામાં આવ્યા હતા. ઝાલોદ નગરના ગરબા આયોજકો દ્વારા નવરાત્રી દરમિયાન માસ-મટની દુકાનો બંધ રહે તેવી માંગ કરવામાં આવી હતી.
ઝાલોદ પોલીસ દ્વારા નવરાત્રિને અનુલક્ષી નગરના ગરબા આયોજન વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું તેમજ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લઈ ગરબા આયોજકોને સલામતી અર્થે સુચન પણ આપવામાં આવ્યા હતા. ફુટ પેટ્રોલીંગ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અંગે પણ દુકાનદારોને જરૂરી નિર્દેશ કરવામાં આવેલ હતા.

Share

Related posts

આકાંક્ષી દાહોદ જિલ્લામાં ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે.

gujaratjanekta

સુરતી મતદારોને રીઝવવા આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સુરતમાં રેલી

Admin

ઝાલોદ બી.એમ.હાઇસ્કૂલનુ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું ઝળહળતુ પરિણા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial