Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ વેલપુરા રોડ પર સિમેન્ટ બનાવવાના પત્થર લઈ જતું ટ્રક પલ્ટી ખાધું ડ્રાઇવરનો આબાદ બચાવ

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના વેલપુરા રોડ પર હરિયાણા પાસીંગ ટ્રક HR-38-AG-3881 નંબરનુ ટ્રક પલટી ખાઈ ગયેલ છે. સાંભળવા મળેલ સૂત્રો મુજબ આ ટ્રક રાજસ્થાનના નીંબાહેડા થી સિમેન્ટ બનાવવાના પથ્થર લઈને ઝાલોદ થઈ બાલાસિનોર તરફ જઈ રહેલ હતું. ત્યારે આજરોજ 06-11-2025 ના રોજ વહેલી સવારે વેલપુરા રોડ પર ટ્રકના ટાયર ફાટી જતાં ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધેલ હતો જેને લઈ આ ટ્રક પલટી ગયેલ હોવાનું જાણવા મળેલ છે. આ ટ્રક પલટી ખાઈ જતાં લાઈટના થાંભલાને પણ નુકશાન થયેલ છે. જાણવા મળેલ સૂત્રો મુજબ આ ટ્રકમા ફક્ત એક વ્યક્તિ હતો જે ટ્રક ચલાવી રહેલ હતો જેમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયેલ છે અને તેને શરીરે નાની મોટી ઈજાઓ થયેલ છે. સદનસીબે સવારના સમય દરમ્યાન કોઈ ટ્રાફિક ન હોવાથી મોટી જાનહાનિ અટકી હતી. ઝાલોદ પોલીસને આ અંગે માહિતી મળતા તાત્કાલિક સ્થળ પર આવી પહોંચેલ હતી.

Share

Related posts

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇશુદાન ગઢવી બનશે CM

gujaratjanekta

કેરી રસિકો માટે માઠા સમાચાર ! કેરીના પાકમાં મધિયો નામનો રોગ આવતા ખેડૂતોએ શું કહ્યું , વાંચો અમારા અહેવાલમાં

Admin

ઝાલોદ પોલિસ સ્ટેશનમા ફરજ નિભાવતા રાહુલસિંહ સોલંકીનુ ટ્રાન્સફર થતાં તેમનું વિદાય સમારંભ ડી.વાય.એસ.પી દ્વારા યોજવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial