Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News Other ગુજરાત ન્યૂઝ

દાહોદ દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવ્યો

 દાહોદ બ્યુરો  કેતન ભટ્ટ

 રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવ્યો

દાહોદ:-જીલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા તા.૧૧/૦૮/૨૦૨૩ શુક્રવાર ના રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે જીલ્લા રોજગાર કચેરી ,જીલ્લા સેવા સદન છાપરી ખાતે જોબફેર યોજવામાં આવ્યો જેમાં કુલ ૧૦૫ વેકેન્શી નોધાયેલ હતી જે અનુંસધાને આજ રોજ રોજગાર કચેરી દાહોદ ખાતે મશીન ઓપરેટર,ઓફીસ આસીસ્ટન્ટ,લોન ઓફીસર જેવી ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યા માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો .જેમાં દાહોદ, બરોડા, પંચમહાલ, જીલ્લા ના કુલ ૩ નોકરીદાતાશ્રીઓએ હાજર રહ્યા .અને ૫૭ ઉમેદવારોએ ભાગ લીધો જેમાં ૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. તેમજ રોજગાર કચેરીના અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણ અને કાઉન્સેલરશ્રી શૈલેષ મેડા દ્વારા ઉમેદવારોને સ્વરોજગાર લોન.સહાય યોજના અંગે તેમજ રોજગાર લક્ષી પોર્ટલ અનુબંધમ પોર્ટલ- https://anubandham.gujarat.gov.in અને એન.સી.એસ પોર્ટલ www.ncs.gov.in નો રોજગાર મેળવવા ઉપયોગ કરવા અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું.

Share

Related posts

દાહોદ જિલ્લાના રહેવાસીઓને તથા લાગતા વળગતાં તમામ લોકોને જાણ કરવામાં આવે છેતા. 14/03/ 2026 ને શનિવારના રોજ ભવ્ય નેશનલ લોક અદાલતનું આયોજન

gujaratjanekta

ઝાલોદ રામસાગર તળાવના વિકાસ અંગે નગરજનોના સપના ક્યારે પૂરા થશે

gujaratjanekta

આજરોજ ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ, લીમડી દ્વારા ટાંડી ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial