Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિશાળ શાંતિ પદયાત્રા યોજવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ વૈશ્વિક શાંતિના વિશાળ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ ગુજરાત દ્વારા ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025 ઉજવી રહેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના 60 વર્ષ પૂર્ણ થયેલ છે તે માટે ગુજરાતના તમામ કેન્દ્રો પર વિશાળ સ્તરે કરવામાં આવેલ છે. ગુજરાતના 500 જેટલા શહેરો, નાગરોમાં તથા 5000 જેટલા ગામોમાં આયોજિત આ શાંતિ પદયાત્રામા બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ lબહેનો એક જ દિવસે…એક જ સમયે…મૌનના મંત્ર સાથે શાંતિદૂત બનીને પદયાત્રામા સામિલ થયેલ હતા. તે અંતર્ગત ઝાલોદ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મીતાદીદી દ્વારા હીરક જયંતીના દિવસે વિશ્વમાં શાંતિમય સંસારના નિર્માણ હેતુ નગરમાં શાંતિ પદયાત્રા યોજી હતી. આ પદયાત્રા નગરના અલગ અલગ રાજમાર્ગો પર શાંતિ મંત્ર સાથે નીકળી હતી. આનો મુખ્ય ઉદ્દેશ વિશ્વની અંદર શાંતિનો ફેલાવો થાય, વિશ્વની અંદર પ્રકૃતિના પાંચ તત્ત્વો અને સર્વ મનુષ્ય આત્મા શાંતિ થી જીવે એટલા માટે આ શાંતિ મૌન રાખી દરેક ભાઈ બહેનો પોતાના જીવનમાં પાંચ મિનિટ પરમાત્માને શાંતિ પૂર્વક યાદ કરે અને પૂરા વિશ્વને શાંતિની રાહ ચીંધી શાંતિનો સંદેશ પાઠવે તેઓ મુખ્ય આશય છે.

Share

Related posts

દાહોદ શહેરની કુ.રાજવી વિજય કુમાર કડિયા એ રાષ્ટ્રીય યુવા મહોત્સવ ૨૦૨૫ નાં વિકસિત ભારત યંગ લીડરમાં પ્રદર્શન કરી દાહોદની સાથે સાથે ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

gujaratjanekta

“સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય” આ છે ભરૂચ કલેકટર ડૉ. સુમેરાની ધોરણ 10ની માર્કશીટ : અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ છતાં UPSC પાસ કરી

gujaratjanekta

ગુજરાતમાં આ શું માંડ્યું છે! નકલી કચેરી, નકલી કર્મચારી અને હવે નકલી કોર્ટ ઝડપાઈ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial