Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

મહીસાગર જીલ્લા RTO કચેરી દ્વારા નોનટ્રાન્સપોર્ટ વાહનને ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં કન્વર્ઝન કરવા હેલ્પડેસ્ક શરૂ કરાયુ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

મહીસાગર જીલ્લામાં વિવિધ શાળાઓમાં અભ્યાસ અર્થે વિધાર્થીઓ મોટાભાગે સ્કુલ વાહનોનો ઉપયોગ કરતા હોય છે ત્યારે મહીસાગર જીલ્લા RTO કચેરી દ્વારા સ્કુલ વર્ધી માટે વપરાતા નોનટ્રાંસ્પોર્ટ મોટરવાહનને ટ્રાંસ્પોર્ટ કેટેગરીમાં એક જ દિવસમાં કન્વર્ઝનન કરવા સારૂ સિંગલ વિંડો અને હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યુ છે.

આ નવતર અભિગમ દ્વારા જીલ્લાની વિવિધ શાળાઓ માં અભ્યાસ અર્થે દરરોજ ગાડીઓમાં અવર જવર કરતા વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો. નોધનીય છે કે મહીસાગર જીલ્લામાં અંદાજીત 42 જેટલા સ્કુલવર્ધી વાહનો માટે વપરાતા મોટરવાહનને ટ્રાંસ્પોર્ટ કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે. જેની તમામ મોટરિંગ પબ્લિકને નોંધ લેવા આર.ટી.ઓ કચેરી મહીસાગર જીલ્લા દ્વારા જણાવવામાં આવ્યુ છે.

Share

Related posts

પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ નો શુભારંભ

gujaratjanekta

ઝઘડામાં પતિએ પત્નીને ગળે દોરડા વડે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી

gujaratjanekta

Bharat Taxi Launch: હવે મોંઘવારીથી મુક્તિ – સસ્તા ભાડાનું વચન!? અમિત શાહ આજે લોન્ચ કરશે ‘ભારત ટેક્સી’ – જાણો વધુમા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial