Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

દાહોદમાં ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને રન ફોર યુનિટી યોજાઈ

મંત્રીશ્રી રમેશભાઈ કટારા, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર સહિત મંચસ્થ મહાનુભાવોએ લીલી ઝંડી આપી રન ફોર યુનિટી ને પ્રસ્થાન કરાવ્યુંરાષ્ટ્રીય એકતા અને અખંડિતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કરાયા
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દાહોદમાં ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું.સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવથી થી રન ફોર યુનિટીને મંત્રીશ્રી રમેશભાઈ કટારા, સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા, દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.રન ફોર યુનિટી માં નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવે, નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ દેસાઇ,જિલ્લા પશુપાલન અધિકારી ડો કમલેશ ગોસાઈ, એલડીએમશ્રી પરમાર, માર્ગ અને મકાન વિભાગ અધિકારીશ્રી હિમાની શાહ,ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરત બારિયા,મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અમરસિંહ રાઠવા, પ્રાંત અને યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી, પોલીસ વિભાગ, વન વિભાગ, વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો તેમજ રમતવીરો, યોગબોર્ડ સભ્યો, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો સહભાગી થયા હતા.આ પ્રસંગે દાહોદ જિલ્લાના રમતવીરો કે જેઓ રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય લેવલે વિજેતા થયા હોય તેઓનું ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો ના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. રન ફોર યુનિટી શરૂ કરતા પહેલા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.

Share

Related posts

ગોધરા શહેર મુસ્લિમ સમુદાય દ્વારા આવનાર વિધાનસભા 2022ની ચૂંટણીને લઈ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

ગાંધીનગર / PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા કમલમમાં મહત્વની બેઠક, તમામ ધારાસભ્ય -સાંસદોને હાજર રહેવા સૂચન

gujaratjanekta

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતો ની ઘટનામાં ચાર ના મોત અનેક લોકો ઘાયલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial