Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વિરપુરો વિભાગનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો – જાણો વધુ

આજ રોજ વિરપુરા વિભાગ સાત ચોખળા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનો સ્નેહ મિલન સમારંભ ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ – લાલસર મુકામે યોજાયો હતો. જેમાં વરધરી, ખાનપુર એકડા પંચ, અષ્ટ ગામ, ખાનપુર દસગામ, ગોરાડા, મુનપુર /કડાણા, સોનેલા જેવા સાત ચોખળાઓના મોટાભાગે 65 જેટલા ગામોના પ્રતિનિધિઓ એ હાજરી આપી હતી.

નવા વર્ષમાં ખુબજ આનંદ અને ઉત્સાહભેર યોજાયેલા આ સ્નેહ મિલન સામારંભ માં સમાજના મોભીઓ દ્વારા મુકાયેલ રચનાત્મક કાર્યો કે જે ટુંક સમયમાં જ શરૂ થનાર છે તેને ઉપસ્થિત પ્રતિનિધિઓએ એકી અવાજે સહર્ષ સ્વીકારી લીધી હતી. લગભગ દરેક ચોખળા ના પ્રતિનિધિઓએ પણ તેમના સૂચનો રજુ કર્યા હતા. આ બેઠકમાં વિરપરા વિભાગના સાત ચોખળા ના પ્રમુખ અને મહામંત્રી તરીકે શ્રી ડો.શરદચંદ્ર પંડ્યા અને શ્રી જીજ્ઞેશભાઈ જોષીની નિમણૂંકને સર્વાનુમતે બહાલ કરી હતી. વરધરી ચોખળા દ્વારા હાજર સાતેય ચોખળા ના પ્રતિનિધિઓનું ખુબજ આદરથી સન્માન કરાયું હતું.

આ સમારંભ ને સમાજના મોભીઓ અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રો.નર્મદાશંકર તરવાડી, અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી શૈલેશ ઠાકર દ્વારા તેમના પ્રભાવી ઉદબોધનમાં વિરપુરો વિભાગ સંઘઠિત કરી આવનાર સમયમાં સંગઠન સમાજને કેવી રીતે મદદ રૂપ થઈ શકે તેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સમયે પરિષદના ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ પંડ્યા અને મહિલા મંત્રી શ્રીમતી ગીતાબેન જોષી પણ હાજર રહયા હતા.


આવનાર સમયમાં વિરપુરા વિભાગ (સાત ચોખળા) ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા સૌ જ્ઞાતિજનોને સાથે રહી સંગઠનના કામમાં લાગી મજબૂત સંગઠન ઉભુ કરવાની નેમ વ્યક્ત કરાઈ હતી. છેલ્લે મહામંત્રી શ્રી જીજ્ઞેશકુમાર જોષી એ ઉપસ્થિત સૌ મહેમાનો અને જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રહ્મ ભોજન બાદ સમારંભ પૂર્ણ થયો હતો. સમગ્ર સભાનું સંચાલન શ્રી ભદ્રેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ઝાલોદ નગરમાં મહારાજા અગ્રસેનજીની 5149 માં જન્મ ઉત્સવ સમારોહમા પંચદિવસીય પ્રોગ્રામોનુ આયોજન કરાયું

gujaratjanekta

ઝાલોદ હિન્દુ સમાજ દ્વારા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવીહનુમાન ચાલીસાના પાઠનું પઠન પણ કરવામાં આવ્યું

gujaratjanekta

લીલવાઠાકોર ગામે મધ્યરાત્રિએ આગથી ઘરખાખ ડામોર તેરસીંગભાઈ મતાભાઈના મકાનમાં આકસ્મિક આગ, ઘરવખરી–અનાજ બળીને નષ્ટ જાનહાનિ નહીં, સરકારી સહાયની માંગ સાથે તાલુકા પંચાયતમાં અરજી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial