Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમા નેશનલ કોરીડોરના નુકસાનની માંગણી પુરી ન થતાં ખેડૂતોની આંદોલન કરવાની ચીમકી

પંકજ પંડિત

ખેડૂત આગેવાન મૂકેશ ડાંગી દ્વારા ખેડૂતો આત્મ વિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી ઝાલોદ તાલુકામાથી નીકળતો દિલ્હી મુંબઈ કોરીડોર ને લઈ કુલ ચૌદ ગામોને આની સીધી અસર થઈ છે. આ ચૌદ ગામોમાં મૂળ આદિવાસી વસ્તી છે અને તેઓ ખેતી કરી પોતાનું રોજગાર અને પરિવારનું ભરણપોષણ કરે છે. આ કોરીડોર થી અંદાજીત ચૌદ ગામોના ખેડૂતોને સીધો અસર થયેલ છે. આ વિસ્તારના ખેડૂતોને કોરીડોર થી થતા નુકશાન, ખેતી કરવામાં અગવડતા તેમજ અનેક પાયાની સુવિધાઓ દૂર થતાં તેઓ દ્વારા નેશનલ હાઈવે તેમજ એટલ્સ કંપનીના અધિકારીઓ પાસે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલ હતી અને સત્તર જેટલી માંગો પૂર્ણ કરવા માટે માંગ કરેલ હતી. ખેડૂતો દ્વારા કેટલીય વાર તંત્રને લેખિતમાં અરજી આપી સત્તાવાર તારીખો આપી માંગ પૂર્ણ કરવા માટે અરજી કરેલ હતી. પરંતુ તંત્ર ખેડૂતોની માંગને લઈ આજ સુધી કોઈ પણ માંગો પૂર્ણ કરી શકેલ નથી.
ખેડૂતો દ્વારા મુખ્યત્વે સ્મશાન ઘાટ બનાવવા, આંગણવાડી બનાવવા, બાળકોને આંગણવાડી આવવા જવા રસ્તો બનાવવા, આર.સી.સી રસ્તા બનાવવા, વીજ લાઇનો ઉભી કરવા , વરસાદી પાણીનો નિકાલ કરવા, હાઇવેના માટી પુરાણને સમતલ કરવા, જમીનોમાં કાયદેસર હક ચઢાવવા , નાળાઓ બનાવવા, મકાનોને બ્લાસ્ટ થી થતા નુકશાન અપાવવા તેમજ વિવિધ વળતર જે આજ સુધી નેશનલ કોરીડોર ને લીધે થયેલ છે તે તમામ પૂર્ણ કરવા તંત્ર તેમજ એજન્સીઓ નકામ રહેલ છે તેને પૂર્ણ કરવા 05-03-2025 સુધીમાં ખેડૂતો દ્વારા લેખિતમાં બાંહેધરી માંગવામાં આવેલ છે.
ખેડૂત આગેવાનો દ્વારા 05-03-2025 સુધી જો કોઈપણ યોગ્ય ન્યાય નહીં મળે તો આવનાર દિવસોમા મજૂરી અર્થે ગયેલ લોકો હોળીના તહેવાર નિમિતે પરત આવશે ત્યારે મોટા પાયે આક્રમક મિજાજમાં આંદોલન કરવામાં આવશે. હવે ખેડૂતો માટે તંત્ર સામે લડી લેવા સિવાય કોઈ વિકલ્પ ન બચતા આંદોલન થી થતા કોઈ પણ ઘટના સર્જાશે તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે.
દાહોદ જિલ્લામાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ મંજૂર કરી દેવામાં આવેલ છે. આ વિસ્તારમાં માછણનાળા ,કાલી-2 , દિલ્હી મુંબઈ હાઇવે અને ગ્રીન ફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવેલ છે. આ વિસ્તારના ખેડૂતોને સરકાર દ્વારા કહેવાતા વિકાસ થી આ વિસ્તારના ખેડૂતોનો વિનાશ થઈ રહેલ છે. એરપોર્ટને લઈને પણ આ વિસ્તારના ખેડૂતોની જમીનો છીનવી લેવામા આવશે ત્યારે ખેડૂતો જમીન વિહોણા થઈ જશે તો બાળકો કે પરિવારનું કોઈ ગુજરાન ચલાવવા કોઈ બીજો રસ્તો ન રહેતા ભૂખે મરશે તેથી ભૂખ થી મરવા કરતાં પ્રાંત કચેરીએ આવી સહુ ખેડૂતો આત્મ વિલોપન કરીશું આવી ચીમકી એક લેખિત આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપતા ખેડૂત આગેવાન મૂકેશ ડાંગી દ્વારા આપવામાં આવી હતી.

Share

Related posts

ઝાલોદ નગરમાં નવરાત્રીના પવિત્ર દિવસો દરમિયાન મટનની દુકાનો અને કતલખાના બંધ રાખવા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના ખેડુત ના વફાદાર બળદો : VIDEO Viral

gujaratjanekta

ગુડ બાય -2024 ” ગુજરાત રાજ્ય ની મહત્વ ની ઘટનાઓ ” – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial