Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મહીસાગર DRDA ભ્રસ્ટાચારનું સેન્ટર / પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કર્મચારીઓએ એજન્ટો રાખી રૂપિયા ઉધરાવ્યા : સરપંચ!! – જાણો વધુ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તાલુકાના અનેક સરપંચોએ કબૂલાત કરી કે આવાસ યોજનામાં બાલાસિનોર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વિસ્તરણ અધિકારી અને એકાઉન્ટન સહિત તમામ કર્મચારીઓએ કટકી કરવા માટે અલગ અલગ ગામમાં એજન્ટો રાખીને લાભાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની કટકી કરી છે ત્યારે સોશિયલ મીડિયામાં ઓડિયો પણ વાયરલ થયો છે!!

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર પ્રધાનમંત્રી આવાસ યોજનાના કર્મચારી એટલી હદે કટકી કરવામાં મસ્ત બન્યા છે કે તેઓના ઉપલી અધિકારી કે જિલ્લા કલેકટરનો ડર વગર લાભાર્થીઓ પાસેથી ખુલ્લે આમ રૂપિયા માગી રહ્યા છે જેવામાં સરપંચો પણ આગળ આવીને કહી રહ્યા છે કે તેઓના ગામમાં પણ આવાસના કર્મચારીઓ એજન્ટો રાખીને લાભાર્થીઓના ઘરે ઉપલી અધિકારીઓને આપવાના કહીને રૂપિયા ઉઘરાવવા પોહચી જાય છે જો લાભાર્થી આનાકાની કરે તો બાકીના રૂપિયા જમા નહીં થાય તેવી ધમકીઓ આપવાથી લાભાર્થીઓ રૂપિયા આપવા મજબૂર બન્યા છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તલાટીએ બીજો કે ત્રીજો હપ્તો લાભાર્થીઓના ખાતામાં જમા કરવા માટે ઓડર ના આપ્યો હોવા છતાં એજન્ટોના કહેવાથી મકાનની સ્થિતિ જોયા વગર લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે ત્યારે બાલાસિનોર તાલુકા પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક કર્મચારીએ ૩૦ – ૩૦ હજાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કોમ્પુટર ઓપરેટરની ફરજ બજાવતા એક કર્મચારીને લાભાર્થીઓ પાસેથી ઉઘરાવીને આપ્યા હોવાની વાત જાણવા મળી છે ત્યારે કોણ છે આ કોમ્પ્યુટર ઓપરેટર ? અને તેને તમામ તાલુકામાંથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના કર્મચારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવવાની સત્તા કોણે આપી ? શું આ કોમ્પ્યુટર ઓપરેટર કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓનો રાઇટ હેન્ડ છે ? જેવી ચર્ચાઓ થઈ છે.. ટૂંક..સમયમાં કોમ્પુટર ઓપરેટર અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના કર્મચારીઓનું કનેક્શન સામે આવશે.

 બે માળના પાકા મકાનોને આવાસ યોજાનો લાભ અપાયો !

બાલાસિનોર તાલુકાના એક ગામમાં બે માળના પાકા મકાનને આવાસ યોજનાઓ લાભ આપવામાં આવ્યો છે ત્યારે તાલુકાના અનેક પાકા મકાનોને આવાસનો લાભ આપવામાં આવ્યો હોવાનો ચોક્કસ માહિતી સામે આવી છે જો તપાસ થાય તો મોટું કૌભાંડ સામે આવે તો નવાઈ નહીં!!

Share

Related posts

હાલ કડાણા ડેમના 19 ગેટ ખોલી નખાયા : ડેમમાંથી 7.80 લાખ ક્યુસેક પાણી છોડાયુ – જુઓ VIDEO

gujaratjanekta

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ૦૨ ડિસેમ્બરે યોજાશે

gujaratjanekta

લુણાવાડા તાલુકાના નાના વડદલા સરકારી શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરતા આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial