Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા માંથી પસાર થતા નેશનલ કોરિડોર હાઇવે થી નુકશાની માટે લડત લડનાર ખેડૂત આગેવાન પોલિસ દ્વારા અટકાયત કરાઈ

પંકજ પંડિત

પોલિસ દ્વારા અટકાયત કરાયા બાદ આગેવાન મૂકેશ ડાંગીને મુક્ત કરવામાં આવ્યાઆજરોજ તારીખ 16-12-2024 ના રોજ ઝાલોદ તાલુકા માંથી પસાર થતા નેશનલ કોરિડોર હાઇવે થી 14 ગામોના ખેડૂતોનના ખેતરોમા પાણી ભરાઈ જવાથી જે નુકશાન થયેલ છે અને આ જમીનોમાં ફરી પાણી ન ભરાય તેવી સમતલ કરવાની માંગણી માટે ખેડૂત આગેવાન મૂકેશ ડાંગી દ્વારા રજુઆત કરવામાં આવેલ હતી પરંતુ આ મુખ્ય માંગણી ન સંતોષાતા 14 ગામોના ખેડૂતો દ્વારા મૂકેશભાઈ ડાંગીની આગેવાની હેઠળ નેશનલ કોરિડોર હાઇવેનું કામ આજરોજ 16-12-2024 ના રોજ બંધ કરાવનાર હતા ત્યારે 14 ગામના ખેડૂત આગેવાન મૂકેશ ડાંગીની લીમડી પોલિસ દ્વારા વહેલી સવારે અટકાયત કરી પોલિસ સ્ટેશન લઈ ગઈ હતી …પોલિસ દ્વારા અટકાયત કરાયા બાદ આગેવાન મૂકેશ ડાંગીને છોડી દીધેલ હતા.ત્યારબાદ મૂકેશ ડાંગી દ્વારા 14 ગામોના ખેડૂત આગેવાનોને સાથે રાખી પ્રાંત અધિકારીને મળવા આવેલ હતા પરંતુ પ્રાંત અધિકારી દ્વારા કાયદાની જોગવાઈ પ્રમાણે દરેક આ માંગ પુરી કરવા અમારા કાયદા હેઠળ નથી તેવું જણાવેલ હતું.તેથી ખેડૂતો દ્વારા તારીખ 17-12-2024 ના રોજ પોતાના પરિવારના ભરણ પોષણ માટે મીટિંગ કરવામાં આવનાર છે મીટીંગમાં આગામી કાર્યક્રમ ગોઠવી દરેક પુરાવા ભેગા કરી હાઈકોર્ટના દરવાજા ખખડાવશે તેમજ ગુજરાતના રાજ્યપાલને પણ મળશે અને આ અંગે રજૂઆત કરવામાં આવશે.ખેડૂત આગેવાન મૂકેશ ડાંગી એ વધુમાં કહ્યું હતું કે ખેડૂતોની જીવાદોરી સમાન જમીન પર જો અનાજ નહીં ઉગે તો ગરીબ પરિવારો ને જીવન જીવવું મુશ્કેલ થશે. આ વિસ્તાર આદિવાસી વિસ્તાર હોવાથી અહીંયા ગરીબ આદિવાસી પ્રજાનો મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી જ છે જો જમીનમાં પાક નહીં ઉગે તો ગરીબ ખેડૂત શું કરશે…..પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરશે…ખેડૂત આગેવાન મૂકેશ ડાંગી એ કહ્યું કે અમારી જમીનોમાં દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર બનતા ત્યાં જમીનોમાં પાણી ભરાઈ જાય છે જેથી ખેડૂતોનું પાક નિષ્ફળ જાય છે આગામી સમયમાં ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટેની લડત અમે ચાલુ રાખીશું તેમ જણાવ્યું હતું.

Share

Related posts

દાહોદ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સ્વસહાય જુથો માટે કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો

Admin

ગણેશજીનું કપાયેલું માથું આજે પણ આ ગુફામાં સુરક્ષિત છે! જાણો તેનું રહસ્ય

gujaratjanekta

ઝાલોદ લાયન્સ ક્લબના 50 મા પ્રમુખ બનતા મૂકેશ અગ્રવાલ મૂકેશ અગ્રવાલના પરીજનો માટે ડબલ ખુશી લાયન્સ ક્લબ પ્રમુખની સાથે સાથે 37 મી મેરેજ એનિવર્સરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial