Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ સ્ટેશનમા ફરજ નિભાવતા રાહુલસિંહ સોલંકીનુ ટ્રાન્સફર થતાં તેમનું વિદાય સમારંભ ડી.વાય.એસ.પી દ્વારા યોજવામાં આવ્યું

પંકજ પંડિત

ઝાલોદપાયલોટનાનામથીહુલામણાતેમજ સરળ અને સૌમ્ય સ્વભાવને લઈ સ્ટાફમાં સહુના પ્રિય ઝાલોદ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના ડ્રાઇવર તરીકે પોલિસ સ્ટેશનમા ફરજ નિભાવતા રાહુલસિંહ મહેન્દ્રસિંહ સોલંકી દ્વારા સ્વેચ્છીક રીતે પોતાના વતનમા ટ્રાન્સફરની માંગણી કરેલ હતી. તે અનુસંધાને પોલિસ વિભાગ દ્વારા તેઓની ટ્રાન્સફર મહીસાગર જિલ્લામાં કરવામાં આવેલ છે.
રાહુલસિંહની પ્રથમ ભરતી પોલિસ ખાતામાં દાહોદ જિલ્લામાં 02-08-2011 ના રોજ કરવામાં આવેલ હતી. તેઓએ તેમની નોકરી દરમ્યાન દાહોદ જિલ્લાના દાહોદ, ફતેપુરા તેમજ ઝાલોદ ખાતે ફરજ નિભાવેલ છે. છેલ્લા ચૌદ વર્ષની દાહોદ જિલ્લામાં ફરજ દરમ્યાન ઝાલોદ ખાતે તેઓએ છ વર્ષ થી ફરજ નિભાવી રહેલ છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના ડ્રાઇવર તરીકે ફરજ નિભાવી રહેલ છે.
ડ્રાઇવરની ફરજ દરમ્યાન પોલિસ સ્ટાફમાં તેઓ પાયલોટના હુલામણા નામથી તેઓની ઓળખ થવા લાગી હતી. આજે જ્યારે તેઓને પોતાના વતનમાં સ્વેચ્છાએ ટ્રાન્સફર મળેલ છે ત્યારે ઝાલોદ પોલીસ દ્વારા તેઓનું વિદાય સમારંભ યોજવામાં આવ્યું હતું. આ વિદાય સમારંભમા ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ દ્વારા તેઓનું સન્માન આદિવાસી સંસ્કૃતિ મુજબ તીરકામઠા , આદિવાસી બંડી તેમજ ભોંયરુ પહેરાવી કરવામાં આવેલ હતું
આજના વિદાય સમારંભ પ્રસંગે સંજેલી, ફતેપુરા, સુખસર, ઝાલોદ તેમજ ઝાલોદના પી.આઈ રવિ ગામીત અને પીએસઆઇ સી.કે.સીસોદીયા હાજર રહેલ તેમજ ડી.વાય.એસ.પી કચેરીનો સ્ટાફ, તેમના પરિવારજનો અને પોલિસ પરિવાર હાજર રહેલ હતા.
પાયલોટના નામથી હુલામણા નામથી જાણીતા એવા રાહુલભાઈએ કહ્યું કે અમારે જે સમય મુજબ જે તે સ્થળે પહોંચવાનું હોય તેને અનુલક્ષી સમય કરતા વહેલા સલામત રીતે પહોંચીયે તે રીતે વાહન ચલાવતા તેમજ ઝાલોદ પોલિસ પરિવાર મિત્રોનો ખૂબ પ્રેમ અને સહકાર મળેલ હતો તે માટે સહુનો આભાર માન્યો હતો. ઉપસ્થિત સહુ પોલિસ સ્ટાફ દ્વારા તેઓના સારા ભવિષ્ય સાથે પરિવાર સાથે રહી સારું જીવન જીવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Share

Related posts

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પ્રાંત કચેરીમાં વર્કશોપ યોજાયો . .

Admin

ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે એક જ દિવસમાં બે વિદેશી દારૂના કેશ ઝડપી પાડયા : 675905 નો મુદ્દામાલ ઝડપી પાડયો

gujaratjanekta

હાલ કડાણા ડેમના 19 ગેટ ખોલી નખાયા : ડેમમાંથી 7.80 લાખ ક્યુસેક પાણી છોડાયુ – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial