Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આઇસીડીએસ શાખા અંતર્ગત ઝાલોદ ઘટક ૧ ના ઘટક કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

ઝાલોદ સહી પોષણ દેશ રોશન”ના સંદેશાને ચરિતાર્થ કરવા “પોષણ ઉત્સવ-૨૦૨૫” અંતર્ગત પોષણયુક્ત વાનગીની સમુદાયમાં જાગૃતિ માટેની પોષણને લગતા સુત્રો સાથે ઉજવણી કરવામાં આવી.આઇસીડીએસ શાખા અંતર્ગત દાહોદ જિલ્લાના ઝાલોદ ઘટક ૧ ના ઘટક કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
જે અન્વયે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી જેમકે સગર્ભા/ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ૬ માસથી ૩ વર્ષના બાળકોને સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે ટેક હોમ રાશન આપવામાં આવે છે. અને મિલેટ (શ્રી અન્ન) અને તેમજ સરગવા જેવા પોષ્ટિક ખાધ્યોમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ.અને સાથે મિલેટસ જાડા ધાન્ય, કઠોળ, સરગવો, મેથી,પાલકભાજી તેમજ અન્ય ધાન્ય વગેરેથી લાભાર્થીઓ દ્વારા પોષણ રંગોળી કરવામાં આવી હતી.આજરોજ ICDS ઝાલોદ ઘટક ૧માં ઘટક કક્ષાએ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી , તાલુકા વિકાસ અધિકારી શ્રી , તાલુકા હેલ્થ ઓફિસર શ્રી , સંકલિત બાળવિકાસ યોજના અધિકારી શ્રી ઝાલોદ ઘટક ૧ , icds સ્ટાફ NNM , Dismu , NNM , BNM , PSE , આંગણવાડી કાર્યકર બેનો , માતાઓ વગેરેની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી હરીફાઈ યોજાઈ. સાથે સાથે પોષણ માસ અંતર્ગત કાર્યક્રમમાં હાજર અધિકારી શ્રીઓ , કર્મચારીઓ , કાર્યકર બેનો , લાભાર્થી વગેરે દ્વારા પોષણ શપથ લેવામાં આવ્યા. સ્પર્ધક દ્વારા કરવામાં આવેલ વાનગી નિદર્શનમાંથી 1 થી 3 નંબર ને પ્રમાણપત્ર અને પ્રોત્સક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા.

Share

Related posts

શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ: જામનગર જિલ્લા પંચાયતના કર્મચારી સામે પત્નીએ મારઝૂડની ફરિયાદ નોંધાવતા ચકચાર

Admin

ઝાલોદ તાલુકાના લીમડી-લીમખેડા રોડ પર વાંકોલ બ્રિજનું મજબૂતીકરણ પરીક્ષણ કરાયું માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી

gujaratjanekta

વડોદરામાં બિલ્ડરો અને ડેવલોપર્સનું મોટું કૌભાંડ : કૌભાડમાં કોર્પોરેશનનાં અધિકારીઓની પણ સંડોવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial