Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ગોધરા ખાતે જીવન સાથી પસંદગી પરિચય ઈ-પુસ્તિકાનું વિમોચન કરાયુ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મધ્ય ગુજરાત જીવન સાથી પસંદગી પુસ્તિકા લોન્ચિંગ કાર્યક્રમ વિશ્વકર્મા ભુવન ગોધરા ખાતે યોજાયો હતો. જેમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી પિનાકીનભાઈ રાવલ,ગુજરાત રાજ્ય મહિલા પાંખ પ્રમુખ શ્રીમતી ધારીણીબેન શુક્લ,મહામંત્રી અનિલભાઈ શુક્લ, ઉપપ્રમુખ અને મધ્યગુજરાત પ્રભારી શ્રી શૈલેશકુમાર ઠાકર, મધ્યગુજરાત સંઘઠક શ્રી રાકેશભાઈ ઠાકર, જોબ પોર્ટલ કન્વીનર સંદીપભાઈ ભટ્ટ, મહીસાગર જિલ્લા સંયોજક શ્રી અશોકભાઈ જોષી, પંચમહાલ જિલ્લા સંયોજક શ્રી ભદ્રેશભાઈ પંડ્યા, મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી રાકેશભાઈ પંડ્યા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ શ્રી હરેશભાઇ પુરોહિત,આણંદ જિલ્લા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ રાજગોર શ્રીમતી કાસમીરાબેન પાઠક ,હિતેશભાઈ ભટ્ટ ભાવેશભાઈ જોષી મધ્ય ગુજરાત ના તમામ તાલુકા જીલ્લા હોદ્દેદારો તેમજ ઇ.બુક બનાવવામાં જેમનો મહત્ત્વનો ફાળો હતો તેવા પલક ભાઈ ભટ્ટ અને જિજ્ઞેશભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા.

તા. ૧૩ મી એ ગાંધીનગર ખાતે વિશાળ બ્રહ્મ સંમેલન યોજાશે જેમાં ગુજરાતના ખુણે ખુણેથી ૧૦ હજારથી પણ વધુ બ્રાહ્મણો ઉપસ્થિત રહશે.

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની બેઠકમાં બ્રહ્મ સમાજની પ્રગતિ, ભવિષ્યની ચિંતાઓ પર ચિંતન કરવામાં આવ્યું હતું. ચિંતનનો મુખ્ય મુદ્દો શિક્ષણ અને જીવન સંસારનો રહ્યો હતો. માનવ સમાજને દિશા બતાવવા માટે સમાજે એક થવું પડશે તેમજ એક બનવું પડશે.

આ કાર્યક્રમમાં બ્રહ્મ એકેડેમી, બ્રહ્મ રોજગાર,બ્રહ્મ વિવાહ, App અંગે માહિતી આપવામાં આવી હતી. મધ્ય ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલ આ ઇ.બુક બનાવવામાં જેમનો મહત્ત્વનો ફાળો હતો તેવા પલક ભાઈ ભટ્ટ અને જિજ્ઞેશભાઈ જોષી દ્વારા બ્રહ્મ સમાજ માટે સુંદર  અને આયોજનબદ્ધ  કામગીરી કરવા બદલ  સૌ બ્રહ્મ બંધુઓએ તેમને વધાવી લીધા હતા. તેમના દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે આ એપનો વધુમાં વધુ પ્રચાર – પ્રસાર સોશિયલ મિડીયા દ્વારા થાય તે ખુબ જ જરૂરી છે અને સમાજ ઉપયોગી આ એપના માધ્યમ દ્વારા સૌ બ્રાહ્મણ સમાજ ના લોકો જોડાયેલા રહે તેમ કહેવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિપુલભાઈ પુરોહિતે કર્યુ હતુ. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે બ્રહ્મ ભોજન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

Share

Related posts

દેલસર પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ નગરના ફતેપુરા રોડ પર થી કોળીવાડામા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા જાગૃત નાગરિકની નગરપાલિકાને લેખિત અરજી દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા દ્વારા વેસ્ટ કચરાને બાળવામાં આવતા પંચશીલ સોસાયટી વિસ્તારના રહીશોના આરોગ્ય સાથે રમાતી રમત કચરો ન બાળવા રજૂઆત છતાંય પરિણામ શૂન્ય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial