Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ કોર્ટની લોક અદાલતમાં 783 કેસોના નિકાલ થયો જેમાં 36,90,819 રૂપિયા રિકવર કરાયા લાઈટબિલમાં 178 કેસોનો નિકાલ કરી 10,07,000 રૂપિયા રિકવર કરાયા

ઝાલોદ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદાલતમાં સમાધાનને પાત્ર એવા જુના તથા નવા કેસોનો નિકાલ લાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પક્ષકારોએ રાહત અનુભવી હતી.આ લોક અદાલતમાં એડી. ચીફ જ્યુડી. મેજી. એસ. એ. ટેલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વકીલ મંડળના પંકજભાઇ પારિક,સેજલ વસૈયા અને ડી.કે નિનામા સહિતના હોદ્દેદારો, નાઝર, વકીલો, બેંક કર્મચારીઓ અને કોર્ટના સ્ટાફ સભ્યો પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંતમોટી સંખ્યામાં પક્ષકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ લોક અદાલતનો મુખ્ય હેતુ કોર્ટ પરના કેસોનો બોજ ઓછો કરવાનો અને પક્ષકારોને ઝડપી અને સસ્તા દરે ન્યાય અપાવવાનો હતો. આ પ્રયાસોના પરિણામે કુલ 962 જેટલા કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયો હતો. આ સિદ્ધિ બદલ સૌએ ખુશી વ્યક્ત કરી હતી.લોક અદાલતની આ પહેલથી ન્યાય પ્રણાલી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

Share

Related posts

ચૂંટણી પંચની ટીમની 33 જિલ્લામાં ચાંપતી નજર – ફેક ન્યૂઝ ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : મતદાન જાગૃતિ માટે મહીસાગરમાં રેલી યોજાઈ

Admin

“માંડવીમાં વિચરતી મારવાડી બાવરી સમાજના પરિવારોને સનદ-રહેણાક જમીન હકો એનાયત”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial