Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ તાલુકાના રાજસ્થાન બોર્ડર નજીક અનાસ ગામના ભુવનેશ્વરી માતાના મંદિરે વિધર્મીઓના ઈશારે ચોરી કરવા આવતા બે ચોર ઝડપાયા

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના રાજસ્થાન બોર્ડર નજીક અનાસ ગામના પૌરાણિક ભુવનેશ્વરી માતાના મંદિરે એસ.ટી એસ.સી સમાજના આગેવાનો દ્વારા હિન્દુ ધર્મ પ્રત્યે સહુ લોકોની ભાવના પ્રબળ બને અને ગ્રામીણમા રહેતા તમામ લોકોમાં હિન્દુ ધર્મ વિશે જાગૃતિ આવે તે માટે આ મંદિરે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરિવારોમાં જઈ ભક્તિ કરી ભજન સત્સંગ કરવામાં આવી રહેલ છે. ભજન કીર્તન તેમજ સત્સંગ થકી ચાલતી મંડળીઓને લઈ ધીરે ધીરે હિન્દુ ધર્મમા માનતા લોકોમા હિન્દુ ધર્મ પ્રત્યે વધુ સજાગતા આવવા લાગી. નાના મોટા, વૃદ્ધ, બાળકો,મહિલાઓ વધુમાં વધુ લોકો સત્સંગ પૂજા થકી ભગવાનમાં આસ્થા વિશ્વાસ વધુ સુદ્રઢ બની હતી. હિન્દુ તહેવારો નિમિતે મેળા કરવા તેમજ બહારથી આવતા લોકો પણ ધીરે ધીરે મંદિરોમાં આવી વધુ સારા ધાર્મિક કાર્યક્રમો થાય તેવા આયોજનો કરતા રહે છે.
ગત રાત્રી દરમ્યાન મંદિરની કામગીરી માટે નગરજનો મંદિરે આવેલ હતા ત્યારે બે વિધર્મીઓ નાગ દેવતાની મૂર્તિ ચોરીને લઈ જઈ રહેલ હતા. ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તેમને અટકાવી ગામના સરપંચ અને ગ્રામ્યજનોને મંદિરે બોલાવેલ હતા. સ્થાનિકોના કહેવા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં ભજન કીર્તન વધી રહેલ છે જેને લઈ કેટલાક વિધર્મીઓના પેટ દુખી રહેલ છે જેથી હિન્દુ ધર્મની આસ્થા વિશ્વાસ તોડવા માટે અમુક વિધર્મીઓ સતત પ્રયાસ કરી રહેલ છે. ગ્રામ્યજનોના કહેવા મુજબ મંદિરમાં નાગ દેવતાની ચોરી કરવા આવેલ બંને ચોર અન્ય ધર્મમા માનતા હોય તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહેલ છે જેથી ગ્રામજનોએ બંને વિધર્મીઓને પકડી પોલિસને સોંપેલ છે પોલિસે ગ્રામજનોની વાતને ગંભીરતાથી લઈ આ અંગે વધુ પૂછપરછ હાથ ધરેલ છે.

Share

Related posts

“કરછી ગુર્જર લુહાર સમાજ માંડવી સંચાલિત શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા 21મો ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો”.

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા વિસ્તારના દાઢીયા ખાતે સ્મશાન બનાવવા સ્થાનિકોની માંગ હાલ દાઢીયા ખાતે જે સ્મશાન છે તેની હાલત દયનીય

gujaratjanekta

વડોદરા નેશનલ હાઈવે પર ટ્રેલર-બસની જોરદાર ટક્કર, 6ના મોત, 15 ઘાયલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial