Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ગુજરાત ઈલેક્શન 2022 : મતદાન જાગૃતિ માટે મહીસાગરમાં રેલી યોજાઈ

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે હવે 15 દિવસ જેટલો સમય બાકી છે જયારે બીજા તબક્કાનું મતદાન 5મી તારીખે થવાનું છે. ગુજરાતમાં આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે વિવિધ જિલ્લા ચૂંટણી અધિકરી અને કલેક્ટર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લાની શાળાઓમાં વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. લોકશાહીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ માટે સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો હતો અને મતદાર માટે તે આકર્ષણનું કેન્દ્ર બની છે. 

મહીસાગર જિલ્લામાં વિવિધ સ્થળો પર સેલ્ફી પોઇન્ટ પર રાખવાથી તમામ વય જૂથના મતદારો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે અને યુવાનો તેમની સેલ્ફી તેસવીર લઈને વિવિધ સોસીયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે મહત્તમ મતદાન થાય તે માટે સતત પ્રયાસ થઇ રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહીસાગર જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા દ્વારા એક સાઈન બોર્ડ મુકવામાં આવ્યું છે. જેમાં મતદાન કરવા માટે સાઈન કરી મતદાન માટે જાગૃતિ કરી રહ્યા છે..

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થશે જયારે બીજા તબક્કાનું મતદાન 5મી તારીખે થશે અને વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસિમ્બરે જાહેર થશે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારક સભાઓ ગજવશે.

Share

Related posts

ફેશન ટિપ્સઃ ક્યા રંગની લિપસ્ટિક તમારી સ્કિન ટોનને અનુકુળ રહેશે, તે જાણીને યોગ્ય શેડ પસંદ કરો

gujaratjanekta

ગોધરા બાયપાસ પરવડી પાસે આવેલ ગેસ્ટ હાઉસના માલિક ઉપર હુમલો – જાણો વધુ

gujaratjanekta

દાહોદ દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial