Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

મુખ્યમંત્રીએ વડોદરા સમિટમાં અધિકારીઓને કરી મીઠી ટકોરો : મીડિયા સમસ્યા બતાવે તો નેગેટિવ ન લેવી જોઈએ – જુઓ VIDEO

વડોદરા મહાનગર પાલિકા દ્વારા અર્બન ઈનોવેશન ઈન્ફ્રા. સમીટ યોજવામાં આવી હતી. જેનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.વડોદરાના વિકાસને નવી દિશા આપવા માટે સહિયારા પ્રયાસોને ભાગરૂપે આ સમીટ યોજવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ સમિટમાં વિધાનસભા ના મુખ્ય દંડક, ધારાસભ્યો, મેયર, મ્યુનિસીપલ કમિશ્નર, બીજેપી શહેર પ્રમુખ સહિત મ.ન.પા. ના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્ય હતા. 

વડોદરા અર્બન ઇન્ફ્રા સમિટમાં હાજરી આપવા આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધિકારીઓને મીઠી ટકોર કરતા જોવા મળ્યા હતા તેમણે પોતાની આગવી શૈલીમાં વડોદરાના વહીવટી તંત્રને પોતાના મનની વાત જણાવતા કહ્યું હતું કે મીડિયા આટલી મહેનત કરીને જીવનાં જોખમે સમસ્યા બતાવે છે તો એને નેગેટિવ ન લેવી જોઇએ એને પોઝિટિવ લઈને સમસ્યા હલ કરવી જોઈએ. જો પત્રકાર કોઈપણ સ્થિતિમાં ઘટના સ્થળે સરકારથી પહેલા પહોંચી શકતો હોય તો સરકાર કેમ ન પહોંચી શકે!!?

વડોદરામાં વરસાદની સીઝન હોય એટલે વિશ્વામિત્રી યાદ આવે પણ હવે એવું લાગે છે કે હવે વાંધો નહીં આવે પરંતુ આવતા વર્ષ સુધી વિશ્વામિત્રીનું કામ પૂરું થઈ જશે કુદરત સામે ક્યારેય બાથ ભીડી ન શકાય તેને સાથે લઈને ચાલવું પડે.

 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે રોડ રસ્તા પહોળા કરી દેવાથી શહેરનો વિકાસ નથી થતો. આ તો ગાયકવાડની નગરી છે ગાયકવાડી શાસન પાસેથી પણ ઘણું શીખવા જેવું છે .અર્બન ડેવલપમેન્ટ માટે આપણે આપણી મૂળ ફરજો સમજવી પડશે તો જ વડાપ્રધાનનું વિકસિત ભારતનું સપનું સાકાર થશે.

Share

Related posts

ઝાલોદ વણકતળાઈ હનુમાનજી મંદિરે જલારામ બાપાની 226 માં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ 226 દીવડા ની મહાઆરતી, ભજન કિર્તન તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામનુ આયોજન કરાયું

gujaratjanekta

માંડવી તાલુકાના શેરડી ગામે ૧૩ કરોડના સિંચાઈના કાર્યોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય

gujaratjanekta

“કચ્છમાં રેડ એલર્ટ: માંડવી બીચ સંપુર્ણ બંધ, પોલીસનો કડક બંદોબસ્ત”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial