Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ચૂંટણી પંચની ટીમની 33 જિલ્લામાં ચાંપતી નજર – ફેક ન્યૂઝ ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી

 સંકેત પંડ્યા – એડિટર

સોશીયલ મીડિયા પર ચૂંટણી પંચ રાખશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ફેક ન્યૂઝ ફેલાવનારા અને શાંતિ ભંગ કરનારાઓને અત્યારથી જ પંચે એલર્ટ કર્યા છે. ચૂંટણીપંચ આ મામલે કડક કાર્યવાહી કરશે. ચૂંટણી પંચની ટીમ 33 જિલ્લામાં ચાંપતી નજર રાખશે

આજે ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં આગામી મહિનામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે. તેમજ 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ સાથે ચૂંટણીપંચટ તરફથી ઈલેક્શન દરમિયાન કોઈ ક્ષતિ જણાશે તેમજ આચારસંહીતનો ભંગ થયેલો જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. કેમ કે, કેટલાક મુદ્દે આચાર સંહીતાનો ભંગ રાજકીય ક્ષેત્રે થતો હોય છે જેથી આ મામલે ચૂંટણીપંચે અત્યારથી જ ચેતવણી આપી દીધી છે. 

સોશિયલ મીડિયાનો ઉપયોગ છે એટલો દુરુપયોગ પણ છે ત્યારે અત્યારે ગુજરાતમાં ઈલેક્શન માહોલ જામી ગયો છે  ત્યારે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરશે. ગુજરાતના દરેક 33 જિલ્લામાં રાજકીય પક્ષોના સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે ચૂંટણી પંચની પોતાની ટીમ હશે.

સોશિયલ મીડીયા યુગમાં રાજકીય પક્ષો પોસ્ટરો, રેલીઓ અને જાહેર સભાઓનો મોટો પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા માટે પણ વિશેષ માર્ગદર્શિકા નક્કી કરી છે. આધુનિક સમયમાં ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થશે તો ચૂંટણી પંચ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખશે.  

સોશિયલ મીડિયા પરની આ સામગ્રી વાંધાજનક હશે તો ઈન્ડિયન પીનલ કોડ હેઠળ કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સર્કલ અધિકારીઓની પોતાની ટીમ પણ હશે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે એક બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જે દરેક ગતિવિધીઓ પર નજર રાખશે. 

Share

Related posts

મહીસાગર જીલ્લામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદના આધારે તપાસ બાદ નિર્ણય : ૧૧૧ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહી

gujaratjanekta

“માંડવીના મોટા આસંબિયાની ગિરો મિલકત છોડાવવાનો દાવો મંજૂર કરતી કોર્ટ”

gujaratjanekta

મુખ્યમંત્રીએ વડોદરા સમિટમાં અધિકારીઓને કરી મીઠી ટકોરો : મીડિયા સમસ્યા બતાવે તો નેગેટિવ ન લેવી જોઈએ – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial