Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ

“માંડવીમાં વિચરતી મારવાડી બાવરી સમાજના પરિવારોને સનદ-રહેણાક જમીન હકો એનાયત”

:- માંડવી ખાતે ધારાસભ્ય અને કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

:- પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ ૧૮૧ લાભાર્થીઓને ઘરનું ઘર બનાવવા મંજૂરી હુકમ અપાયા

:-માંડવી 

માંડવી ખાતે વિચરતી વિમુક્ત મારવાડી બાવરી સમાજના ૧૮૧ લાભાર્થીઓને ધારાસભ્ય અનિરુદ્ધ દવે, કલેક્ટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં સનદ વિતરણ કરીને જમીનની માલિકીના રહેણાક હકો એનાયત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આવાસ યોજના માટે પ્રતિ ઘરદીઠ રૂ. ૧.૭૦ લાખની સહાયની મંજૂરીના હુકમો સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મામલતદાર પ્રધુમ્નસિંહ જેઠવા, નગરપાલિકા પ્રમુખ હરેશ વિંઝોડા, પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, સમાજ કલ્યાણ અધિકારી એસ.એન.બારૈયા, ચીફ ઓફિસર જિજ્ઞેશ બારોટ સહિતનાં અધિકારી અને પદાધિકારી હાજર રહ્યા હતા.

Share

Related posts

વડોદરાનો મહાઠગ બિલ્ડર મનીષ પટેલ : મકાન બુક કરાવનાર વ્યક્તિઓને મળી ધમકી !! -જાણો વધુ

gujaratjanekta

ફેશન ટિપ્સઃ ક્યા રંગની લિપસ્ટિક તમારી સ્કિન ટોનને અનુકુળ રહેશે, તે જાણીને યોગ્ય શેડ પસંદ કરો

gujaratjanekta

દાહોદ રૂરલ પોલીસે બે જગ્યાએથી રહેણાંક મકાન માંથી 1.805 રૂપીયાનો વિદેશી દારૂ ઝડપી બે મહિલાઓ સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial