Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ જય અંબે મિત્ર મંડળ મુવાડા દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે વિસામા અને મહાપ્રસાદીનુ સુંદર આયોજન

પંકજ પંડિત

ઝાલોદ જય અંબે મિત્ર મંડળવિસામાની અંદર ગણેશ સ્થાપના કરાતા માઈ ભક્તોને આરતી પૂજાનો સુંદર લ્હાવો મળ્યોઝાલોદ મુવાડા ( ઝાલા વસૈયા ચોક) ખાતે જય અંબે મિત્ર મંડળ તેમજ શ્રી રામદેવજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનુ આયોજન કરેલ છે. જય અંબે મિત્ર મંડળના યુવાનો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે ચા-નાસ્તો-મહાપ્રસાદી-આવશ્યક દવા તેમજ થાકી ગયેલ પદયાત્રીઓ માટે આરામ કરવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. મુવાડા જય અંબે મિત્ર મંડળ દ્વારા પદયાત્રીઓની સેવા માટે ગત વર્ષે પણ વિસામાનુ સુંદર આયોજન કરેલ હતું અને તેમાં હજારો માઈ ભક્તોએ આ સેવાનો લાભ લીધો હતો આ વર્ષે પણ આ સુંદર સેવા જય અંબે મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ છે અંદાજીત રોજના 2000 ઉપરાંત અંબાજી જતા પદયાત્રીઓ આ વિસામાનો લાભ લેતા હોય છે. રાત્રિ દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ભીલ રાજા ઝાલા વસૈયા ચોકને લાઈટીંગ કરી સજાવેલ છે તેમજ પદયાત્રીઓ નિર્ભય રીતે સેવાનો લાભ લઈ શકે તે માટે બેરીકેટ મુકવામાં આવેલ છે જેથી રાત્રી કે દિવસ દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય. જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવને લઈ ગણપતિ સ્થાપના પણ કરેલ છે જેનો લ્હાવો માઈ ભક્તો લેતા હોય છે. માઈ ભક્તોના ઉત્સાહ માટે સતત રાસ ગરબા તેમજ ભજન પણ સ્પીકર પર વાગતા રહે છે. માઈ ભક્તો રાત્રિ કે દિવસ દરમ્યાન ધર્મ લાભ ઉઠાવી રાસ ગરબા પણ કરતા હોય છે. જય અંબે મિત્ર મંડળ દ્વારા ઝાલોદ નગરમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે કરેલ સુંદર વ્યવસ્થાને નગરજનો બિરદાવી રહેલ છે.

Share

Related posts

એક વર્ષ પહેલા અંદાજીત ₹ 18 કરોડના ખર્ચે મહીસાગર નદી પર બનાવેલ હાંડોડ બ્રિજમાં ભ્રષ્ટાચાર : કોન્ટ્રાક્ટર અને વર્લ્ડ બેંક પ્રોજેક્ટના કર્મચારીઓ આચર્યો ભ્રષ્ટાચાર !!

gujaratjanekta

હદ થઈ ! સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર !! – જાણો વધુ

gujaratjanekta

વાનખેડેમાં ભારતનો વિજયધ્વજ: ઇંગ્લેન્ડને હરાવી ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial