Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ડિસ્ટ્રીક એવોર્ડ સેરેમની કરમસદ ખાતે આયોજન કરવામાં આવ્યું

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 એવોર્ડ સેરેમની 2024-25 કરમસદ તારીખ 28/ 8/ 2025 ને ગુરૂવારના રોજ સાંજે 6:30 કલાકે હોટલ દર્શન ઈન ખાતે એમિજિએટ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમજેએફ લાયન મનોજ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી .જેમાં ચીફ ગેસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન રમેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2024-25 ની દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં કરેલ સેવાકીય પ્રવૃત્તિઓ ધ્યાનમાં રાખીને લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના સેક્રેટરી અને ડિસ્ટ્રિક્ટ ચેરમેન એમજેએફ લાયન કમલેશ લીમ્બાચીયા ને ગોલ્ડન એવોર્ડ થી સન્માનિત કરતા આઈ પીડીજી લાયન મનોજ પરમાર અને પીડીજી લાયન વિજય શ્રી ઉમટના હસ્તે મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો .લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન અનિલ અગ્રવાલને પણ ગોલ્ડન એવોર્ડ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ ફંક્શનમાં પીએમસીસી લાયન જયંતીભાઈ પટેલ, પીએમસીસી લાયન જેપી ત્રિવેદી, પીડીજી લાયન પ્રભુદયાલ વર્મા ,લા ઉપેન દીવાનજી ,લા ભરતભાઈ શાહ, લા વિજયસિંહ ઉમટ જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ને બે એવોર્ડ મળતા દાહોદ સીટી મંત્રી લાયન યુસુફી કાપડિયા ખજાનચી રાધેશ્યામભાઈ શર્મા તેમજ મેમ્બરો એ ખુશી વ્યક્ત કરતા અભિનંદન પાઠવ્યા હતા લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી આજ રીતે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સેવાકીય પ્રવૃત્તિ દ્વારા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ની સુગંધ જિલ્લામાં પ્રસારિત કરતા રહેશે

Share

Related posts

એશિયાનો મોટો વિન્ટેજ કાર શો – વડોદરાથી સ્ટેચ્યુ સુધી રાજા રજવાડા સમયની વિન્ટેજ કારની રેલી, 100 વર્ષ જૂની વિન્ટેજ કાર

gujaratjanekta

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન: પંચમહાલમાં ખેડૂતો માટે જ્ઞાનની ઉજવણી

gujaratjanekta

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે સંસદ સંપર્ક અભિયાનની શરુઆત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial