Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકામાં આગની તહેવાર ગણપતિ મહોત્સવ ને અનુલક્ષીને ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદાર એમ એન વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતીફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદાર કચેરીના સભાખંડમાં મામલતદાર એમ.એલ વાઘેલા તેમજ સુખસર પીઆઈ એસ.એસ વરૂ તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સાથે રાખીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આગમી ગણપતિ મહોત્સવ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ભાઈચારો જળવાઈ રહે એકબીજાના તહેવાર હળી મળીને ઉજવી શકે તેમ જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મામલતદાર ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ફતેપુરા તાલુકામાં વિવિધ જગ્યાઓએ ગણપતિ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાય છે ત્યારે આ વખતે પણ ગણપતિ મહોત્સવ ઉત્સાહભેરે ઉજવાય તે માટે ફતેપુરા પોલીસ તેમજ સુખસર પોલીસ ખડે પગે કદમથી કદમ મિલાવી સહભાગી બનવા તત્પર છે ગણપતિ સ્થાપનાથી લઈને ગણપતિ વિસર્જન સુધી આયોજકો પોતાની જવાબદારી સમજીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ ભાઈચારો જળવાઈ રહે તે રીતે ગણપતિ મહોત્સવ ઉજવવાનું રહેશે તેમ જ વિસર્જન ટાણે નદી તળાવ ચોમાસાની ઋતુમાં છલોછલ ભરાયેલા છે ત્યારે વિસર્જન સમય ધ્યાન રાખી વિસર્જન કરવું વિધુત પ્રવાહ ચાલતો હોય તે દરમિયાન વીજ કરંટ ન લાગે તે રીતે પંડાલની વ્યવસ્થા કરવી તેમ જ વિસર્જન કરવું ઓછા અવાજે વાજિંત્રો વગાડવા અબીલ ગુલાલ ની છોળ ઉડાવતી વેળાએ ધ્યાન રાખીને અબીલ ગુલાલ ઉછાળવું કેફી પદાર્થ પીને આવું નહીં પંડાલની આજુબાજુ શક્ય હોય તો સીસીટીવી કેમેરા લગાવવા આરતી સમયે તેમજ વિસર્જન સમયે અવ્યવસ્થા સર્જાય નહીં તેવુ આયોજન કરવું ખાસ કરીને હાલમાં સૈનિકો દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર ને ધ્યાનમાં રાખીને પોતાના પંડાલો તૈયાર કરવા જેમાં સૈનિકોના વસ્ત્રો પહેરાવેલા ગણપતિજી સૈનિકોના યુદ્ધ કરતા બેનરો લગાડવા ફૂલોથી સજાવવા સૈનિકોના સ્ટેચ્યુ બનાવવા ઓપરેશન સિંદૂરના થીમ ઉપર ગણપતિજીની સ્થાપના કરવી લડાકુ વિમાન બનાવવા જેવા થીન ઉપર પંડાલો સજાવવામાં આવે જેથી કરીને સૈનિકોનું બહુમાન થાય વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી સલાહ સૂચન આપવામાં આવ્યા હતા

Share

Related posts

લીમડી ગાયત્રી શક્તિપીઠ ખાતે પ્રથમ નવરાત્રિ નિમિતે 5 યજ્ઞકુંડી હવન કરાયું

gujaratjanekta

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરાના મુસ્લિમ કસ્બા પંચ કમિટી દ્વારા તિરંગા યાત્રા નિકળી – જુઓ VIDEO

gujaratjanekta

દાહોદ કલેકટર કચેરી, ખાતે નીતિ આયોગની બેઠક યોજાઈનીતિ આયોગની ટીમ દ્વારા વિવિધ જિલ્લા અધિકારીશ્રીઓ પાસેથી વિભાગીય કામગીરી વિગત અંગે ચર્ચા કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial