પટેલિયા સમાજ સેવા ટ્રસ્ટ દાહોદ ના સ્નેહમિલન કાર્યક્રમ સાથે લગ્ન ઈચ્છુક યુવક – યુવતીઓ નો પસંદગી સંમેલન,વિશિષ્ઠ,શૈક્ષણિક,સંગીત ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરનાર સમાજનો નું પ્રમાણ પત્રો,સ્મૃતિ ભેટ આપી ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે બહુમાન કાર્યક્રમો યોજાયા.દાહોદ ના રાધે ગાર્ડન ખાતે દાહોદ ના પટેલિયા સમાજ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ સ્થાને ટ્રસ્ટ ના પ્રમુખ ગોપાલ સિંહ પરમાર અતિથિ વિશેષ તરીકે દાહોદ જિલ્લા પંચાયત ના પ્રમુખ કરણસિંહ ડામોર,તાલુકા પંચાયત ના સદસ્ય રાજુભાઈ રાઠોડ,જિલ્લા પંચાયત સદસ્ય કિરીટ પટેલ,લલિતભાઈ બારિયા,હરિરામ પટેલ,બાબુલાલ ભૂરા,કાળુભાઈ ભુરીયા,માનસિંહ ભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.શાબ્દિક સ્વાગત ટ્રસ્ટ ના મહામંત્રી મથુરભાઈ રાઠોડ દ્વારા કરાયું હતું.
પ્રાસંગિક પ્રવચન માં ટ્રસ્ટ ના પ્રમુખ ગોપાલસિંહ પરમારે સમાજ માં સામાજિક કાર્યો માં વધતા ખર્ચ ની ચિંતા કરી હતી.સમાજ સંગઠિત થઈ સામાજિક,શૈક્ષણિક અને આર્થિક પ્રગતિ કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ,સમાજ અગ્રગણ્ય કરણસિંહ ડામોરે સમાજ ને સતર્ક રહેવા, જાગૃત બની સમાજ ઉત્થાન ની શીખ આપી હતી.એક થઈને રહેશો તો જરૂર સમાજ ને ફાયદો થશે તેમ જણાવ્યું હતું.નવા વર્ષ નિમિત્તે સમાજ જનો એ એકબીજા ને શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્નેહ મિલન કાર્યક્રમ ઉપરાંત સમાજ ના અલગ- અલગ વિભાગો માં વિશિષ્ઠ સિધ્ધિ હાંસલ કરનાર સમાજ જનો ને, શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ મેરિટ પ્રાપ્ત કરનાર સમાજના બાળકોને પ્રમાણપત્રો અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજ ઉત્થાન માટે કાર્ય કરી ગયેલ સ્વ.જવસિંહ સોલંકી ને મરણોત્તર એવોર્ડ તેઓના પરિવાર જનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.સ્નેહમિલન કાર્યક્રમ માં અલગ અલગ ગામો માંથી સમાજ જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.કાર્યક્રમમાં મધ્યપ્રદેશ થી જગદીશ બોરિયાળા પરમાર,મયારામ પરમાર અને ડો ભરત પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમ નું સંચાલન ટ્રસ્ટ ના ઉપ પ્રમુખ હીરાલાલ સોલંકી અને વ્યવસ્થા ટ્રસ્ટ ના મંત્રી દેવાભાઈ રાઠોડ,પ્રદીપ રાઠોડ ,ભૂપેન્દ્ર પરમાર,કિશોરસિંહ પરમાર અને રતનસિંહ રાઠોડે કર્યું હતું.

