Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ધારસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા દ્વારા “અમારું વિદ્યાલય -અમારું સ્વાભિમાન” અંતર્ગત સાહિત્ય વિમોચન.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતની પહેલ અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં 1 લી સપ્ટેમ્બર- 2025 ના દિવસે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં “*આપણી શાળા-આપણું સ્વાભિમાન”* અભિયાનનો સંકલ્પ વિધાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા સંયુક્ત રીતે લેવા માટેની એક શ્રેષ્ઠ પહેલ છે.આ પહેલ શાળા માત્ર જ્ઞાનનું કેન્દ્ર નહીં પણ સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણની પ્રયોગશાળા છે.મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું આ અભિયાન વિધાર્થીઓ અને શિક્ષકોમાં સ્વાભિમાન અને આત્મીયતાની ભાવના પ્રબળ બનાવશે.રાષ્ટ્રની પ્રગતિમાં શિક્ષણનું મહત્વ વિશેષ હોય છે દેશની શિક્ષણ વ્યવસ્થા એ જ દેશની કરોડરજ્જુ સમાન છે વિકસિત ભારત નિર્માણના સંકલ્પોમાં પણ શિક્ષણ ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે શિક્ષણના મહત્વને વિશેષ બનાવવા તારીખ 01 -09 -2025 ના શુભ દિવસે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે વર્તમાન પરિપેક્ષમાં નવી શિક્ષણ નીતિના માધ્યમથી આપણે 21 મી સદીની જરૂરિયાતોને અનુરૂપ વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની માંગને પ્રબળ બનાવીને વિદ્યાર્થીઓની પ્રતિભાઓને ઉજાગર કરવાના સ્વપ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ દ્વારા ઉજાગર કરવા ” *અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન* ” કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ ના સાહિત્યનું વિમોચન ઝાલોદ- 130 વિધાનસભાના *ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયાદ્વારા કરવામાં આવ્યું હતું..મારી શાળા મારું સ્વાભિમાન કાર્યક્રમના સાહિત્ય વિમોચનમાં ફતેપુરા તથા ઝાલોદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમના હોદ્દેદારો તથા જિલ્લા ટીમના હોદ્દેદારો હાજર રહ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયાએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આ નવીન પહેલને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી

Share

Related posts

વરોડ ટોલ નાકા લડતમાં હાલ વિરામ : લોકસભા ચુંટણી પછી તેમજ બોર્ડની પરીક્ષા પછી ફરી અધૂરી લડાઈ લડાશે ..

gujaratjanekta

ઝાલોદના કંબોઇઘામ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય મહેશ ભૂરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો

gujaratjanekta

ગોધરા એલ.સી.બી પોલીસે હાલોલ બસ સ્ટેન્ડ પાસે થી ચોરી ની મોટર સાયકલ સાથે એક ઈસમ ને દબોચ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial