Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત શંકરપુરાના સરપંચ સુરેશભાઈ નુરજીભાઇ ડામોર દ્વારા નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી તેમજ જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ શંકરપુરાના સરપંચ *ડામોર સુરેશભાઈ નુરજીભાઇ દ્વારા 5 ટીબી દર્દી ને પોષણ કીટ વિતરણ કરવામાં આવી. ટીબી મુક્ત ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય હેતુ 2025 સુધીમાં ભારતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રોગનો પૂર્ણ નાશ કરવો છે આ અભિયાન માર્ચ 2018 માં આરંભાયું હતું અને તે પ્રતિબદ્ધતા મુજબ, વિશ્વની તુલનાએ ભારતને પાંચ વર્ષ વહેલા, એટલે કે 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે વિશ્વ લક્ષ્ય 2030 છે આજ રોજ તા: 25/8/2025 ના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના શંકરપુરા ગામ ખાતે ટી.બી. દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં સરપંચ ડામોર સુરેશભાઈ નુરજીભાઇ,મેઇલ સુપરવાઈઝર ગિરીશભાઇ ડામોર ,મેઇલ હેલ્થ વકૅર સુરેશભાઈ અમલીયાર,ફિમેલ હેલ્થ વકૅર વૈશાલીબેન અડ,આશાબેનો પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના સેજલબેન રોઝ હાજર રહેલ. જે અંતર્ગત શંકરપુરા ગામના સરપંચ દ્વારા કુલ 5 ટી.બી. દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કરવામાં આવેલ.

Share

Related posts

ઝાલોદ નગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે હર્ષોલ્લાસ રીતે ઉજવણી કરાઈ

gujaratjanekta

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર : સાત તબક્કામાં મતદાનની સાથે 4 જુને પરિણામ થશે જાહેર

gujaratjanekta

જિલ્લાની એક સરકારી શાળા કે ભ્રષ્ટાચારની પાઠશાળા? “ભૂત પ્રેત” પ્રિન્સિપાલનો ખેલ: ખાનગી વ્યવસાયનો હપ્તો અધિકારીઓના ઘરે પહોંચે! – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial