Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે હર્ષોલ્લાસ રીતે ઉજવણી કરાઈ

પંકજ પંડિત- ઝાલોદ.

દિવસભર મનોરંજક પ્રોગ્રામ, ધ્વજારોહણ, મહાઆરતી, શોભાયાત્રા, ભવ્ય શોભાયાત્રા તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામ રાખવામાં આવ્યા તારીખ 10-04-2024 બુધવારના દિવસે ઝાલોદ નગરની સિંધી જનરલ પંચાયત દ્વારા ઝૂલેલાલ મંદિરે વિવિધ પ્રોગ્રામો રાખી તેમજ સિંધી સમાજના તમામ વ્યાપારીઓ દ્વારા દુકાન, ઓફિસ બંધ રાખી સમાજના સહુ ભેગા થઈ ભવ્યાતિભવ્ય રીતે ચેટીચંદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ચૈત્ર સુદ બીજ એટલે સિંધી સમાજ માટે પોતાના આરાધ્ય દેવ એવા ઝુલેલાલ ભગવાનને ભક્તિભાવ સાથે પૂજન અર્ચન સાથે મહાપૂજા કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજના સહુ લોકો ચેટીચંદના દિવસે ઝૂલેલાલ મંદિરે સવારથી જ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. સમાજના સહુ લોકો ભેગા મળી મીઠાચોક વિસ્તારમાં આવેલ ઝૂલેલાલ મંદીરે પહોંચ્યા હતા. સવારથી જ મંદિરે મહાઆરતી, મહાપૂજા, ધ્વજાઆરોહણ, ભજન કિર્તન તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજે સીંઘી સમાજ દ્વારા ઝૂલેલાલ ભગવાનની શોભાયાત્રા નગરના માર્ગો પર કાઢવામાં આવી હતી. શોભાયાત્રા દરમ્યાન સમાજના સહુ લોકોએ વિવિધ વિસ્તારોમાં ગરબાની રમઝટ બોલાવી હતી. છેલ્લે રામસાગર તળાવ પર ભગવાન ઝૂલેલાલની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. દિવસ દરમ્યાન સમાજ દ્વારા રાખવામાં આવેલ ધાર્મિક કાર્યક્રમોમા સમાજના અગ્રણીઓ, મહિલાઓ, પુરુષો, બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો છેલ્લે સીંઘી સમાજ દ્વારા સમાજના સહુ લોકો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.

Share

Related posts

ગોધરા શહેર નું પ્રશાસન કુંભકર્ણ ની નિંદ્રામા !!

gujaratjanekta

વડોદરાની શ્રી અંબે વિદ્યાલયમાં ધો-૧૦ ઇંગ્લિશ મિડીયમમાં ભણતી કુ. તસ્મહી શેઠ પ્રથમ આવીને સ્કૂલ તેમજ માબાપનું નામ રોશન કર્યું

gujaratjanekta

જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ની ઉપસ્થિતિમાં હાયપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial