Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જાતિના દાખલા માટે વિધાર્થનીઓ તેમજ વાલીઓ ઝાલોદ મામલતદાર કચેરી ખાતે ધરમ ધક્કા ખાવા મજબુર

ઝાલોદ મામલતદાર કચેરીએ જાતિના દાખલા કઢાવવા માટે હાલ અરજદારોની લાંબી કતારો જોવા મળી આવે છે….ત્યારે વિધાર્થનીઓ પોતાના જાતિના દાખલા કઢાવવા માટે શાળાનો અભ્યાસ બગાડવા મજબુર તેમજ વરસતા વરસાદે ભાડુ તેમજ સમય બગાડી વાલીઓ પોતાના બાળકોના જાતિના દાખલા માટે ઝાલોદ મામલતદાર કચેરીએ ધરમ ધકકા ખાવા મજબુર બન્યા છે..ત્યારે સમગ્ર બાબતે સામાજીક આગેવાન અનિલભાઈ ગરાસિયાએ રુબરુ મામલતદારશ્રીને મૌખિક ફરિયાદ કરી જાતિના દાખલા ત્વરિત ધોરણે કાઢી આપવા રજૂઆત કરાઈ છે … જો સમયસર આ બાબતે પઞલા લેવામા આવે તો વિધાર્થનીઓનો અભ્યાસ તેમજ વાલીઓ જે ભાડુ ખર્ચ કરી સમય બગાડે તેનાથી રાહત પામવા મળે તેમ છે….હાલ અરજદારો બે બે મહિના કરતા વધુ સમયથી જાતિના દાખલા માટે ઝાલોદ મામલતદાર કચેરીએ રઝળતા જોવા મળી આવે છે તેમજ વિધાર્થનીઓ અભ્યાસક્રમ છોડી કતારોમા ઉભા રેહવા મજબુર બન્યા છે..

Share

Related posts

પાટીદારોના ગઢમાં સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યોજાયો રોડ શો – 27 કિમી લાંબો રોડ શો

Admin

કદવાળ મુકામે આયુર્વેદિક અને હોમિયોપેથિકના ડોક્ટરો દ્વારા બંગાળમાં થયેલ તબીબ પર થયેલ દુષ્કર્મનો વિરોધ કરાયો

gujaratjanekta

ચૂંટણી નહીં લડવાને લઈ ભાજપના ધારાસભ્ય મધૂ શ્રીવાસ્તવ બોલીને ફરી ગયા, હવે આવું કંઈક કહ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial