Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લુહારવાડા મીત્ર મંડળ (વાયરસ ગ્રુપ ) સંચાલિત અંબાજી પગપાળા સંઘ ના 25 વર્ષ પૂર્ણ થતાં ધુમાધામ પૂર્વક બોલ માડી અંબે જય જય અંબે ના નારા ગુંજાવતા રવાનગી..

પંકજ પંડિત

ભાદરવા સુદ -એકમને રવિવારની સાંજે ખોડિયાર માતા મંદિર ખાતે 2001 ના વર્ષમાં અંબાજી પગપાળા જતા દરેક વ્યક્તિઓનું સન્માન સમારંભ ખોડિયાર માતાના મંદિર પ્રાંગણમાં યોજાયું હતું. પગપાળા સંઘના 25 વર્ષ પહેલાં પાંચ સાત લોકો થી શરુ થયેલ પદ યાત્રીઓ ત્થા દાતાઓને ચાંદીનો દિપક આપી સન્માનિત કર્યા બાદ સંધ્યા આરતી કરીને રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યા હતો.
ભકજાનોના અનેરા ઉત્સાહની સાથે આતાશબાજી, ઢોલ નગારા તેમજ ફટાકડાની ભવ્ય આતસબાજી સાથે બાવન ગજની ધજાજી લઈને જઈ રહેલા સંઘને રવાનગી કરવા માટે નગરના માઈ ભક્તો મોટા પ્રમાણમાં જોડાયા હતા.. નગરમાં મુખ્ય વિસ્તારને રોશની થી શણગાર કરીને સજાવ્યું હતું યાત્રા ના રૂટ માં ઠેર ઠેર રથના વધામણાં કરવામાં આવ્યા હતા ખોડિયાર મંદિર થી શરુ થયેલ રથયાત્રા તિરંગા ચોક મુવાડા સુધી વાળવવાં માટે ગામલોકો ઉમટ્યા હતા.પગપાળા સંઘ આગામી અગિયારસને તારીખ 3 સપ્ટેમ્બર ના રોજ અંબાજી મંદિરે ધજા ચડાવશે..

Share

Related posts

સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા વડોદરા જિલ્લાની કુલ ૧૦૫૩ જેટલી SMC અને ૧૬ જેટલી SMDCના સભ્યોને તાલીમ આપવામાં આવી

gujaratjanekta

અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જાડાવવા માટે પગથિયાં ઘસી રહ્યાં છે. .

Admin

ઝાલોદ 130 વિધાનસભામાં SIR અભિયાન શરૂ: BLO દ્વારા ઘરે ઘરે જઈ મતદારોના દસ્તાવેજોની ચકાસણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial