Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ નગરના દરેક મંદિરો નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠયા

પંકજ પંડિત

ઝાલોદ નગરના ગીતા મંદિર, રામદ્વારા મંદિર,રાધેકૃષ્ણા મંદિર તેમજ ડબગરવાસના રાધે કૃષ્ણ મંદિરે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવીનગરના દરેક મંદિરો ગુબ્બારા તેમજ ફૂલો થી મનમોહીલે તેમ સજાવવામાં આવ્યાઝાલોદ નગરમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે નગરના દરેક મંદિરો ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. દરેક મંદિરોમાં લાઇટીંગ, ગુબ્બારા તેમજ ફૂલો થી સજાવટ કરવામાં આવેલ હતી. નગરના ગીતા મંદિર ખાતે વણકતલાઈ સુંદરકાંડ મંડળ દ્વારા સુંદરકાંડ અને ભજનો કરવામાં આવ્યા હતા. નગરના લોકો મોટા પ્રમાણમાં લોકો ભજનમાં જોડાઈ કૃષ્ણ ભક્તિમા ખોવાઈ ગયેલ હતા. રામ દ્વારા મંદિર ખાતે પણ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. રામદ્વારા મંદિર ખાતે રામ મહિલા મંડળ સુંદર તાલબદ્ધ કીર્તન કરવામાં આવેલ હતા. તેમજ રાધે કૃષ્ણા મંદિર ખાતે બાલાજી મંડળ દ્વારા મધ્યપ્રદેશના ધારના ભજન ગાયક દ્વારા ભજનનો થાળ ભક્તોને પીરસવામાં આવ્યો હતો તેમજ નાના નાના ભૂલકાઓ બાળ કાના બનીને આવેલ હતા અને છેલ્લે મટકી ફોડનો પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યો હતો. ડબગરવાસમા આવેલ રાધે કૃષ્ણ મંદિરે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ 12 વાગ્યા પછી ડીજે ના તાલ સાથે દરેક ભક્તો નાચતા ઝૂમતા જોવા મળતા હતા અલગ અલગ ટીમ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ પણ ડબગર વાસમા યોજવામાં આવ્યો હતો. રાત્રિના 12 ના ટકોરે નગરના દરેક મંદિરો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે ગુંજી ઉઠયો હતો. નાના બાલ ગોપાલનો જન્મ થતાં સહુ કોઈ ભગવાનને હિંડોળે ઝુલો આપવા પડાપડી કરતા હતા. છેલ્લે સહુ ભક્તો પ્રસાદ લઈ ભગવાનના યાદગાર સ્મરણ સાથે પોતપોતાના ઘરે પરત ફર્યા હતા.

Share

Related posts

રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન ચોરીનાં ઈમારતી પંચરાઉ લાકડા ભરેલ ટ્રક શહેરા RFO આર.વી.પટેલ સહિત ટીમે ઝડપી પાડી

gujaratjanekta

રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વર્ષ 2023 દરમિયાન રૂ.2 લાખ કરોડનું રોકાણ જોવા મળશે

Admin

ઝાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ ધામ કંબોઈ લીમડી ખાતે એક દિવસીય ચિંતન બેઠક યોજવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial