Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

દાહોદના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત : જિલ્લા ચૂંટણી અધિકારી અને S.P – જાણો વધુ

કિશોર ડબગર – ઝાલોદ

વિધાનસભા ની ચુંટણી ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા એસ.પી. શ્રી બલરામ મીણાએ ૧૩૩ – ગરબાડા એસ.ટી વિધાનસભા અને ધાનપુર તાલુકામાં સમાવિષ્ટ સંવેદનશીલ, ઓછા ટકાવારી ધરાવતા ૧૪ ગામોના ૨૩ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. મતદાન ટકાવારી કઈ રીતે વધે તે અંગે સબંધિત ચુંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતાં. અહીંના ગ્રામજનો મોટી સંખ્યામાં મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે માટે લોકજાગૃતિના કાર્યક્રમો મોટા પ્રમાણમાં યોજવા જણાવ્યું હતું.
દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની મુલાકાત દરમિયાન ૧૩૩ – ગરબાડા ચુંટણી અધિકારીશ્રી, બંને તાલુકાના મામલતદાર શ્રી, સંબધિત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રી, સ્થાનિક ગામોના સરપંચશ્રીઓ અને જે તે મતદાન સ્થળના બી. એલ. ઓ. શ્રી ઉપસ્થિત રહ્યાં હતાં.

Share

Related posts

દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે તારીખ ૧૭ એપ્રિલ ના રોજ ગૌ સન્માન અભિયાન અંતર્ગત એક સર્વ હિંદુ ધર્મ ના બધા સમાજ ના પ્રમુખો અને કાર્યકર્તા ઓ સાથે વિશેષ મીટિંગ નુ આયોજન

gujaratjanekta

ઝાલોદ જૈન સમાજના બાવીસ વર્ષના યુવાન વંદન ભંડારી દ્વારા 31 દિવસના કરવામાં આવ્યા

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : મતદાન જાગૃતિ માટે મહીસાગરમાં રેલી યોજાઈ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial