Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ નગરના ઇશાન હોસ્પિટલના ડૉ રોહિત મેરાવતે અંડાસયની ગાંઠનુ સફળ ઓપરેશન કર્યુંઅંડાસય માંથી ત્રણ કિલોની બે ગાંઠ સફળ રીતે કાઢવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં શિવમ પેટ્રોલ પંપની સામે ઈશાન હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલના સંચાલક એવા નિષ્ણાંત ડૉ રોહિત મેરાવત વુમન્સ હોસ્પિટલ ચલાવે છે. અવારનવાર ડૉ રોહિત મેરાવત દ્વારા મહિલાઓને લગતી સમસ્યાઓના સચોટ નિદાન તેમજ જરૂર પડે ત્યારે સફળ સર્જરી પણ કરેલ છે. આ હોસ્પિટલમાં રાજસ્થાન સંભુપુરાની મહિલા આરતીબેન વિજેશભાઈ બારીયા કેટલાક સમયથી પેટના દુખાવાની સમસ્યા થી પીડાતી હતી. આ પરિવાર દ્વારા ડૉ રોહિત મેરાવતનો સંપર્ક સાધતા તેઓએ અંડાસય તેમજ ગર્ભાશયમા ગાંઠ હોવાનું કહેતા પીડિત મહિલાના પરિવારજનો દ્વારા સંમતિ અપાતા પીડિત મહિલાનું ઓપરેશન કરવામાં આવતા અંડાસય માંથી બે ગાંઠ કાઢવામાં આવી હતી જેમાં એક ગાંઠનું વજન 2 કિલો અને બીજી ગાંઠનું 1 કિલો વજન હતું.આ જોખમી સર્જરી દરમિયાન મહિલાનુ ગર્ભાશય પણ કાઢી નાખવામાં આવ્યું હતું. આ ત્રણ કિલોની ગાંઠ સફળ સર્જરી દ્વારા કાઢવામાં આવતા પીડિત મહિલાના પરિવારજનો એ ડૉ રોહિત મેરાવતનો આભાર માન્યો હતો.

Share

Related posts

કાયમી મફત વીજળી માટે તમારે કેટલો ખર્ચ કરવાનો? : કેટલી સબસિડી મળશે? A to Z માહિતી જલદી જુઓ

gujaratjanekta

“ભુજના કલાકારે ગણપતીને રિઝવવા સતત 11.15 કલાક નોન-સ્ટોપ ઢોલ વગાડી અનોખી સાધના કરી”

gujaratjanekta

૨૧ અભ્યાસક્રમોની બે સેશનમાં પરીક્ષાઓ : કુલ ૧૦૨ પરીક્ષા કેન્દ્રો ખાતે કુલ ૩૧,૦૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial