Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા ઝાલોદ ડિવિઝનમા ગણેશોત્સવ અને ઇદેમીલાદ અંતર્ગત શાંતિ સમિતિની મીટીંગ યોજી

પંકજ પંડિત

ઝાલોદ પોલિસ સ્ટેશનની વિઝિટ પણ કરવામાં આવી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની દાહોદ જિલ્લામાં નિયુક્તિ થયા બાદ પ્રથમવખતઝાલોદડી.વાય.એસ.પી કચેરી અને ઝાલોદ પોલિસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી હતી. આજરોજ 03-09-2025 બુધવારના રોજ સાંજે 5 વાગે ઝાલોદ પોલિસ ડીવીઝનમા આવતા ઝાલોદ, લીમડી, સંજેલી, ફતેપુરા, ચાકલીયામા ઉજવાતા ગણેશ ઉત્સવ તેમજ ઈદે મીલાદ માટે શાંતિ સમિતિની એક મીટિંગ યોજી હતી. આજની મીટીંગમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજવિરસિંહ જાડેજા એ ગણેશ ઉત્સવનો મહિમા અને તેની જે પરંપરા છે તેને જાળવી રાખી ઉત્સવ મનાવવા હાકલ કરી હતી. નગરમાં દરેક સમાજના આગેવાનો પરસ્પર સમાનતા અને મૈત્રી ભાવ જાળવી સામાજિક એકતાનુ પ્રદર્શન કરે તેવું સૂચન કર્યું હતું.
નગરમાં આવનાર ઈદેમીલાદ અને ગણેશ વિસર્જનમા કોઈ પણ અસામાજિક તત્વો તંગદિલી ઉભી ન કરે તેમજ કોઈ પણ માદક દ્રવ્યોનુ સેવન કરી શોભાયાત્રામાં ન જોડાય. વરસાદને લઈ પણ ધ્યાન દોરતા કહ્યું હતું કે તળાવોમાં પાણી વધુ હોવાથી કોઈએ પણ તળાવ નજીક જવું નહીં તેમજ નગરપાલિકા દ્વારા જે નિયુક્ત કરેલા તરવૈયા હોય તેઓ દ્વારા જ ગણેશજીનુ વિસર્જન કરવામાં આવે તેવી પણ ટકોર કરી હતી. દાહોદ જિલ્લા પોલીસ આવનાર ઉત્સવોમા પ્રજા સાથે ઊભી છે તેમજ કોઈ પણ તકલીફ કે વ્યવસાયમા કોઈ તકલીફ લાગતી હોય તો તાત્કાલિક ઝાલોદ પોલીસનો સંપર્ક કરવા કહ્યું હતું.

Share

Related posts

ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતેના ફ્રીઝીયોથેરાપીસ્ટ ડોક્ટરની સુંદર કામગીરી

gujaratjanekta

ઝાલોદ નગરના ગીતા મંદિરે થી ઢોલ અગ્યારસ ( શ્રી કૃષ્ણ ભગવાનની જલવા પૂજન ) નિમિત્તે અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

એક પછી એક સપનાઓ પૂરા કર્યા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial