Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News Other ગુજરાત ન્યૂઝ

ગોધરા બાયપાસ પરવડી પાસે આવેલ ગેસ્ટ હાઉસના માલિક ઉપર હુમલો – જાણો વધુ

પ્રાપ્ત ફરિયાદ મુજબ ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં રહેતા પ્રિયંકાબેન ભાર્ગવ જયસ્વાલના પતિ ભાર્ગવ જયસ્વાલ ગેસ્ટ હાઉસ ચલાવે છે. ગત તા ૧૫ ઑગસ્ટના સવારે ગેસ્ટ હાઉસના મેનેજરે ફોન કરી કહ્યું હતું કે ત્રણ વ્યક્તિઓ ગેસ્ટ હાઉસમાં આવ્યા છે અને કેટલાંક રોડ પર ઉભા છે, તેથી ભાર્ગવ જયસ્વાલ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા, થોડા સમય પછી વિશાલ જયસ્વાલે પ્રિયંકાબેનને માહિતી આપી હતી કે ભાર્ગવ સાથે ઝગડો થયો છે અને તેને ઈજા પહોંચતાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

બીજી તરફ સાંજે ભાર્ગવ જયસ્વાલે ઘરે પહોંચીને કહ્યું કે પરવડી ગામના અને ગોધરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, અને કલ્પેશભાઈ પટેલ ગેસ્ટ હાઉસ પર આવ્યા હતા અને મેનેજરને બહાર ન જવા દઈ તેમણે ગેસ્ટ હાઉસ અનલીગલ હોવાના આક્ષેપો સાથે ઝગડો શરૂ કર્યો હતો, તો જાહેર રજા હોવાને લઈને નો્ટિસ મોકલવા વિષે વિવાદ થતાં ત્રણે વ્યક્તિઓએ મારપીટ કરી માથા, મોઢા, છાતી પર ઈજા પહોંચાડી ધમકીઓ અપી કે ગેસ્ટ હાઉસ ચાલવા ન દઈએ અને બંધ કરી દઈશું, તેમ ધમકીઓ આપી હતી, વધુમાં મારામારી દરમિયાન તેમની ૩૨ ગ્રામ વજનની સોનાની ચેન પણ ગુમ થઈ ગઈ હતી. રાત્રે સવા બારેક વાગ્યે ભાર્ગવ જયસ્વાલને છાતી અને માથાના દુખાવા સાથે આંખ નીચે ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ફરી સિવિલ હોસ્પિટલ માં દાખલ કરાયા હતા, જ્યાં હાલ તે સુધારા હેઠળ છે.ફરિયાદમાં આરોપીઓ વિરુદ્ધ મારપીટ, ધમકી અને ગેરકાયદે કૃત્યો સાથે સોનાની ચેન ગુમાવાનો ગુનો નોંધવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સમગ્ર મામલે ત્રણ ઇસમો સામે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે, બીજી તરફ ગોધરા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ સંજય પટેલ સામે ગુનો નોંધાતા રાજકીય વર્તુળમાં ભૂકંપ સર્જાયો છે, બીજી તરફ વિરોધ પક્ષ તેમજ ભાજપના અન્ય હોદ્દેદારો ધ્વારા શિસ્તભંગ બદલ સંજય પટેલને ભાજપ સંગઠનના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.

Share

Related posts

સામાજિક કાર્યકર્તા દ્વારા દાહોદ થી ચાલતા જતા અંબાજી પદયાત્રીઓને રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યા.

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા વૃક્ષારોપણ.

gujaratjanekta

ઝાલોદ પોલિસ સ્ટેશનમા ફરજ નિભાવતા રાહુલસિંહ સોલંકીનુ ટ્રાન્સફર થતાં તેમનું વિદાય સમારંભ ડી.વાય.એસ.પી દ્વારા યોજવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial