અંકુર ભટ્ટ – કચ્છ
હવે કચ્છના સાંસદ તેમના નવા “સાંસદ સંપર્ક સદન’ ખાતે મળશે લોકસભા સત્ર સિવાય કચ્છમાં જ્યારે લોક પ્રતિનિધી ઉપસ્થિતિ હોય છે.ત્યારે અઠવાડીયા માં ૪૦૦ થી વધુ અરજદારો, મુલાકાતીઓ તેમની મુલાકાતે આવે છે. તેમની સુવિધાઓ ને નજર સમક્ષ રાખી વિશાળ જગ્યામાં અધતન સદન બનાવવામાં આવ્યુ છે. સાંસદ વિનોદ ચાવડાએ પુર્વ અને પશ્ચિમ કચ્છના ત્રિભેટે આવેલા વિસ્તારમાં પાટનગર ભુજ ખાતે મુલાકાતીઓ માટે પ્રતિક્ષા ખંડ, કેન્દ્ર અને રાજયની વિકાસલક્ષી સાંસદ તરફ થી કાર્યો દર્શાવતી એલઇ ડી, ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક, ૨૦ બેઠક ધરાવતી મુખ્ય ચેમ્બર, અધિકારી કે મહાનુભાવો માટે અલાયદા બે પ્રતિક્ષા કક્ષ, પ્રથમ માળે ટેકનોલોજી સજ્જ કોન્ફરન્સરૂમ, ૩૦૦૦થી ધરાવતું પુસ્તકાલય, બીજા માળે સ્ટાફ, માટે રેસ્ટ રૂમ ઉભા કરાયા છે. પોતાના કાર્યકાળ ભેટ -સોગાદનું “ સંગ્રાહાલય, ઉર્જા અને પર્યાવરણ બચાવવા સૌર્ય ઉર્જા સોલાર 10 કી વોટસ તેમજ વરસાદી પાણીનો સંગ્રહ કરી 2000 લિટરનો જળ સંચય કરવામાં આવશેં.

જેનું ઉદઘાટન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે આવતીકાલે શનિવારે કરવામાં આવશેં. હવે નાગરીકો સુવિધાથી સજ્જ કાર્યાલયમાં સાંસદને મળી શકશે.

‘સાંસદ સંપર્ક સદન’ના ઉદઘાટન પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ ભાજપા મહામંત્રી રજની પટેલજી, પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ દેવજી વરચંદ,પ્રમુખ મોરબી જિલ્લા ભાજપ રણછોડ દલવાડી, પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત જનકસિંહ જાડેજા, પ્રમુખ મોરબી જિલ્લા પંચાયત શ્રીમતી હંસા પારઘી, ધારાસભ્ય ભુજ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય અબડાસા પ્રધ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય માંડવી અનિરૂધ્ધ દવે, ધારાસભ્ય અંજાર ત્રિકમ છાંગા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ગાંધીધામ શ્રીમતી માલતી મહેશ્વરી, ધારાસભ્ય મોરબી કાંતિલાલ અમૃતિયા તથા કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર મિત્રો આ કાર્યક્રમમાં જોડાશેં.

