Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

પંચમહાલ જિલ્લાની કુલ 24 શાળાઓને સક્ષમશાળા એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો

સ્વચ્છ , હરિયાળી , અને સલામત શાળા અંતર્ગત સક્ષમ શાળા કાર્યકમના મુખ્ય 4 ક્ષેત્રોના કુલ 12 પેટા ક્ષેત્રોમાં વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારી શાળાઓને પુરસ્કાર અને પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો .પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એમ દેસાઈ સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને તેમજ માન. શ્રી જિ.પ્રા શિ.ચેરમેનશ્રી, તથા અન્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ BRGF હોલ ગોધરા ખાતે આ સમારોહ જિલ્લાની 24 શાળાઓની સક્ષમશાળા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી .

         સમગ્ર શિક્ષા અભિયાન પંચમહાલ દ્વારા સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાના પુરસ્કાર સમારોહ કાર્યક્રમ મુખ્ય 4 ક્ષેત્રોમાં –

   (1) સ્વચ્છ ( પાણી , શૌચાલય અને સ્વચ્છતા , આરોગ્ય, રક્ષણ )

   (2) હરિત ( હવા , હરિયાળી જગ્યા અને જમીનનો ઉપયોગ , ઊર્જા )

   (3) સલામત ( આબોહવા અને પ્રતિભાવ , આપતિ જોખમ , બાળ સરંક્ષણ )

   (4) સ્થાયી ( સંચાલન અને જાળવણી ,વર્તન પરિવર્તન અને ક્ષમતા નિર્માણ, સમાવેશ) ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી શાળાઓને જિલ્લા તેમજ તાલુકા કક્ષાની શાળાઓને પુરસ્કાર આયોજન સન્માનિત કરવામાં આવી હતી. 

       પંચમહાલ જિલ્લામાં ગત વર્ષે સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત બેઝલાઇન સર્વે હાથ શરૂ કરવામાં આવ્યો હતો . તે સંદર્ભે આ સન્માન સમારોહમાં જિલ્લા કક્ષાએ ગ્રામીણ અને શહેરી કક્ષાએ તેમજ નિવાસી કક્ષાની પ્રથમ , દ્વિતીય અને તૃતીય ક્રમાંકે પ્રાથમિક માધ્યમિક શાળાઓને રોકડ ચેક સ્વરૂપે પુરસ્કાર , શિલ્ડ સાથે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવી હતી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારી શાળાને રૂપિયા રૂ. 31000 / નો ચેક દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનારી શાળાને રૂ. 21000 / – નો ચેક અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનારી શાળાને રૂ.11,000 / નો ચેક સ્વરૂપે પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા .

         પંચમહાલ જિલ્લાના સમાવિષ્ટ કુલ O7 (સાત) તાલુકામાં બ્લોક કક્ષાના 7 (સાત )એવોર્ડ જિલ્લા કક્ષાના 5 (પાંચ) પુરસ્કાર અને સબ કેટેગરીના કુલ 12 (બાર) પુરસ્કાર મળી 24 શાળાઓને ચેક પુરસ્કાર , પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે .   જિલ્લામાં ગ્રામીણ કક્ષા એ પ્રથમ ક્રમાંકે શંકર લહેરના મુવાડા પ્રા શાળા દ્વિતિય કક્ષાએ નવા નદીસર પ્રાથમિક શાળા અને તૃતીય કક્ષાએ જેપૂરા પ્રા. શાળાને સન્માનીત કરવામાં આવી હતી . આ ઉપરાંત મોડેલ સ્કુલ હાલોલ સરકારી માધ્યમિક શાળા અને નિવાસી આશ્રમ શાળા kgbv ઢીંકવા ને પ્રથમ ક્રમાંકે સન્માનિત કરવામાં આવી હતી .

• તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારી શાળાઓ

• તાલુકો શાળા

• 1.ધોધંબા સીમલીયા પ્રા શાળા

• 2.ગોધરા શંકરલહેરના મુવાડા

• 3.હાલોલ જેપૂરા પ્રા શાળા

• 4.જાંબુધોડા નાથપુરી પ્રા શાળા

• 5.કાલોલ હમીરપુરા પ્રા શાળા

• 6.મોરવા હ માતરીયા વેજમા પ્રા શાળા

• 7.શહેરા ચલાલી પ્રા શાળા

      પંચમહાલ જિલ્લામાં સક્ષમ શાળાઓના સન્માન સમારોહમાં મુખ્ય 4 ક્ષેત્રોમાં સમાવિષ્ટ વિવિધ 12 પેટા ક્ષેત્રોમાંનુ મૂલ્યાંકન કરી તેને રેટીંગ કરીને પુરસ્કાર સન્માનિત કરવામાં આવી 

 ( 1 ) સ્વચ્છ ( પાણી , શૌચાલય અને સ્વચ્છતા , આરોગ્ય, રક્ષણ )

 ( 2 ) હરિત ( હવા , હરિયાળી જગ્યા અને જમીનનો ઉપયોગ , ઊર્જા )

  ( 3 ) સલામત ( આબોહવા અને પ્રતિભાવ , આપતિ જોખમ , બાળ સરંક્ષણ )

  (4 ) સ્થાયી ( સંચાલન અને જાળવણી ,વર્તન પરિવર્તન અને ક્ષમતા નિર્માણ, સમાવેશ )

સદર કાર્યક્રમ માં શ્રી નીતિનભાઈ પટેલ(QEM)દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Share

Related posts

“માંડવી નગરપાલિકાની કારોબારી બેઠકમાં 45 કરોડના અંદાજપત્રને બહાલી”

gujaratjanekta

દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષની આગેવાનીમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ.

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : ભારતીય ટ્રાયબલ પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial