Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કચ્છ જીલ્લાના સાંસદ સામે કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ : સર્ચ અભિયાનની માંગ સાથે ED ને પત્ર !!

સંકેત પંડ્યા – એડિટર 

કચ્છ જિલ્લો દરિયા કિનારો ખનીજ સભર તથા ઔદ્યોગિક ક્ષેત્રે વિકસીત જિલ્લો કહેવાય છે. આ જિલ્લામાં ભાજપના સાંસદ વિનોદભાઇ ચાવડા ચૂંટાઇને આવ્યા ત્યારથી સામાજિક, અસમાનતાની સાથો સાથે આર્થિક અસમાનતા સર્જાઈ રહી છે. ત્યારે હાલ કચ્છ જિલ્લામાં આવકથી વધારે સંપત્તિ ધરાવવાના આરોપ સાથે સાંસદ વિનોદભાઈ લખમશીભાઈ ચાવડાના ઉદ્યોગો વ્યવસાય પ્રતિષ્ઠાનો તથા અન્ય આવકના સ્ત્રોતો પર સર્ચ ઓપરેશન હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. જેને લઇને રાજકારણ ગરમાયુ છે.

કચ્છ અગેઈન્સ્ટ કરપ્શન ફોરમના ચીફ ઓર્ગેનાઈઝરના ધીરજ રૂપાણી દ્વારા ઈડી. આઈટી તથા સીજીએસટી વિભાગને આ અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના સાંસદ વિનોદભાઈ લખમશીભાઈ ચાવડા શીપિંગ ખાણખનીજ ક્ષેત્ર, રિયલ એસ્ટેટ, જમીનકૌભાંડો ટ્રાન્સપોર્ટ તથા અન્ય ક્ષેત્રોમાં ભષ્ટાતાર આચરી રહ્યો છે. જેના પરિણામે કચ્છ જિલ્લામાં સંશોધનનો તથા આવકનો સ્ત્રોત ચોક્કસ સ્થાપિત હિતો ધરાવે છે. જેના બેનામી વ્યવહારોના પરિણામે સર્ચ અભિયાન હાથ ધરાશો તો કરોડોના કૌભાંડો બહાર આવશે. તો રાષ્ટ્રહિતમાં તટસ્થ અને ન્યાયી કાર્યવાહી તથા અન્ય સરકારી સ્ત્રોતમાં વિનોદભાઈ લખમશીભા ચાવડા તેના પરિવારના સદસ્યો તથા તેમનો ઘંઘાકિય વ્યવસાયિક પ્રતિષ્ઠાનોની તમામ વિગતો સરકારની એજન્સીઓના રેકોર્ડ ઉપર છે. જે આ ગંભીર માંગ કરાઈ છે.જેમાં રાષ્ટ્રહિતમાં તટસ્થાની તપાસ કરશો વધુમાં તેમણે રજૂઆત કરતા કહ્યું હતું કે, સત્તાની રૂએ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો તથા કંપનીઓના વ્યવહારો તથા તેઓની સંપત્તિ તેમજ આવક-જાવકનો સર્ચ અભિયાન હાથ ધરશો તો કરોડોના કૌભાંડો બહાર આવશે. જેથી કાર્યવાહી કરવા વિનંતી.

Share

Related posts

ઝાલોદની કૉલેજમાં ફાયર સેફ્ટી સિસ્ટમનું પ્રશિક્ષણ યોજાયું

gujaratjanekta

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારના માઈગ્રન્ટ મતદારોને ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે વિશેષ સુવિધા

gujaratjanekta

જન્માષ્ટમી પર્વ નિમિત્તે કાંકણપુર ખાતે આવેલ શ્રી વી.એમ.શાહ પ્રાથમિક શાળામાં વકૃત્વ સ્પર્ધા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial