Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા ધારાસભ્ય મહેશ ભૂરીયાની આગેવાની હેઠળ ઝાલોદ અને લીમડીમા તિરંગા યાત્રા કાઢવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં અંદાજીત ત્રણ કિલોમીટરની લાઈનએ અનેરું આકર્ષણ જમાવ્યુંઝાલોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ ઉજવવામાં આવી રહેલ છે તે અંતર્ગત આજરોજ 13-08-2025 બુધવારના રોજ ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા 130 વિધાનસભા ધારાસભ્ય મહેશ ભૂરીયાની અનુગામી હેઠળ લીમડી અને ઝાલોદ નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. લીમડી અને ઝાલોદ નગરમાં ઢોલ નગારા તેમજ દેશ ભક્તિના ગીતો અને હાથમાં તિરંગા સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રાએ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.લીમડી નગરમાં તિરંગા યાત્રા કન્યા શાળાથી પ્રારંભ ત્યાથી સુભાષ ચોક, ગોધરા રોડ, કંરબા રોડ થઈ મહાદેવ મંદિર ખાતે પુરી થયેલ હતી.સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમા યોજાયેલી આ યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ સાથે એકતાના દ્રશ્યો જોવા મળતા હતા. દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રાએ અનેરું આકર્ષણ ઉભુ કર્યું હતું. દેશભક્તિના ગીતો સાથે યાત્રા જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ નગરજનોનો સુંદર આવકાર જોવા મળતો હતો.આજની તિરંગા યાત્રાએ દેશપ્રેમ અને એકતાનો સંદેશો જનજન સુધી પહોંચાડયો હતો. આજની ઝાલોદ નગરની તિરંગા યાત્રા અંદાજીત ત્રણ કિલોમીટર જેટલી વિશાળ હતી. તિરંગા યાત્રામા દેશભક્તિના નાદ સાથે આખું ઝાલોદ નગર ગુંજી ઉઠયું હતું. ઝાલોદ નગરની તિરંગા યાત્રા તિરંગા ચોક થી નીકળી ઝાલોદ એ.પી.એમ.સી ખાતે સમાપન થયેલ હતી. છેલ્લે તિરંગા યાત્રાના સમાપન રાષ્ટ્રગીતનુ ગાન કરી તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.આજની તિરંગા યાત્રામાં ધારાસભ્ય મહેશ ભૂરીયા, પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયા, મામલતદાર શૈલેન્દ્ પરમાર, ડી.વાય.એસ.પી ધીરજ પટેલ, ટીડીઓ ગઢવી, ટીપીઓ રોશની બેન, ઝાલોદ નગરના ચીફ ઓફિસર બી.ટી.ભાભોર, એન.સી.સીના બાળકો, સ્કૂલના બાળકો, આચાર્યો, સરપંચો , તાલુકા સભ્ય ,જિલ્લા સભ્યો, નગરપાલિકા પરિવાર તેમજ નગરજનો અને પોલિસ પરિવારના મિત્રો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી આ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી.

Share

Related posts

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર

gujaratjanekta

વડોદરામાં બિલ્ડરો અને ડેવલોપર્સનું મોટું કૌભાંડ : કૌભાડમાં કોર્પોરેશનનાં અધિકારીઓની પણ સંડોવણી

gujaratjanekta

રાજ્યમંત્ર રમેશભાઈ કટારા પદભાર સંભાળ્યો સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર તેમજ દાહોદ જિલ્લાના ધારાસભ્ય સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ ને જનતા જોડાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial