Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં શ્રાવણ માસ દરમ્યાન નોનવેજ અને કતલખાના બંધ રાખવા હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી

પંકજ પંડિત

મામલતદાર, પોલિસ સ્ટેશન તેમજ નગરપાલિકામા આવેદનપત્ર આપવામાં આવ્યુંહાલ આખા ગુજરાતમાં શ્રાવણ માસની ઉજવણી તારીખ 25-07-2025 થી શરૂ થવા જઈ રહેલ છે. શ્રાવણ માસ એટલે આરાધના અને પૂજા અર્ચના કરી ભગવાન શિવને પ્રસન્ન કરવાનો ઉત્સવ. ઝાલોદ નગરમાં આવેલ દરેક શિવાલયો તેમજ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલ દરેક મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવનાર છે. હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઝાલોદ નગરના દરેક વિસ્તારોમાં હિન્દુ મંદિરો આવેલ છે જેથી હિન્દુ સમાજની લાગણી ન દુભાય તે માટે નગરમાં ચાલતી દરેક નોનવેજની દુકાનો તેમજ કતલખાનાઓ શ્રાવણ માસ દરમિયાન બંધ રાખવા માટે નગરના હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે.ઝાલોદ નગરના હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ લાયસન્સ વગરની નોનવેજની દુકાનો કાયમ માટે બંધ કરવા માટે માંગ કરેલ હતી. ઝાલોદ નગરના મીઠાચોક વિસ્તાર માંથી કતલખાના ના વેસ્ટ કચરાના રેકડાઓ નીકળતા હોય છે આ માટે પણ કેટલીય વાર રજૂઆતો કરવા છતાંય આ વિસ્તારમાંથી અવારનવાર વેસ્ટ કચરાના રેકડા નીકળે છે જે ખૂબ જ દુર્ગંધ ફેલાવે છે જેથી આ હિન્દુ વિસ્તાર માંથી આવા રેકડા ન નીકળે તે માટે હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી.ઝાલોદ નગરમાં આવેલ રામસાગર તળાવ એ નગરમા રહેતા લોકો માટે હરવા ફરવા માટે રમણીય સ્થળ છે. આ રામસાગર તળાવને કિનારે કતલખાનાઓનો વેસ્ટ કચરો ઠલવાય છે જે વેસ્ટ કચરાની દુર્ગંધ હવા થી રહેણાંક વિસ્તારોમાં તેમજ સાંજ દરમ્યાન ફરવા નીકળતા લોકોને આવતી હોય છે તો કાયમ માટે વેસ્ટ કચરો અહીં ન ઠલવાય તેવી માંગ કરાઈ હતી. ઝાલોદ રામસાગર તળાવમાં માછલીઓ રહે છે અને નગરજનો માછલીઓને ચણ નાખવા આવતા હોય છે પરંતુ આ પાણીમાં નગરજનો કપડા ધોવા આવે છે તો આ ગંદુ પાણી માછલીઓને નુકશાન કરે છે. રામસાગર તળાવના પાણીને દુષિત થતાં રોકવા કપડાં ધોવાનું તળાવ પર બંધ કરાવવા માટે માંગ કરવામાં આવેલ હતી. આજે હિન્દુ સમાજ દ્વારા મામલતદાર, પોલિસ તેમજ નગરપાલિકાને લેખિત અરજી આપી હિન્દુ સમાજની માંગ પુરી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.

Share

Related posts

ફતેપુરા ખાતે સ્વાતંત્ર્ય દિન નિમિતે ફતેપુરા મામલતદાર ના હસ્તે ધ્વજરોહણ કરવામાં આવ્યું

gujaratjanekta

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ગોવિંદ ગુરુ સમાધિસ્થાન કંબોઈ (લીમડી), એચીવાર કોલેજ લીમડી તેમજ સન રાઇસ નર્સિંગ કોલેજની મુલાકાત લીધી

gujaratjanekta

ઝાલોદ નગરમાં રામ જન્મોત્સવના ઉત્સવની ચાલતી તડામાર તૈયારીઓ : આખું નગર ભગવા ધ્વજ થી લહેરાયુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial