Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના કલજીની સરસવાણી મુકામે ફાયર ફાઈટરને અકસ્માત નડ્યો

પંકજ પંડિત

ફાયર બ્રિગેડ પલટી મારતા અલ્ટોકાર અડફેટે આવતા 1,00,000 નું નુકસાનદાહોદ જિલ્લાના ભાથીવાડા ખાતે નિર્માણાધીન NPTC ના પ્રોજેક્ટમા મોટી આગ લાગી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દાહોદ, ઝાલોદ, સંતરામપુર,દેવગઢ બારિયા સહિત ફાયર ફાઇટરો આગ ઓલવવા બોલાવવામાં આવેલ હતા. જાણવા મળેલ મૂજબ રાત્રીના અંદાજીત બે વાગે સંતરામપુરના ફાયર બ્રિગેડના ચાલકે પોતાના સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કલજીની સરસવાણી ગામે આ ફાયર ફાઈટર પલ્ટી મારી ગયું હતું. આ ફાયર ફાઈટર પલટી મારતા ધડાકા ભેર અવાજ આવ્યો હતો.આ ધડાકાભેર અવાજ સાંભળતા આસપાસના રહીશો ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા. ઘટના સ્થળે પહોંચતા આજુબાજુના લોકોએ જોયું કે ફાયર બ્રિગેડ પલટી મારેલ અવસ્થામાં પડેલ છે. ત્યારે કલજીની સરસવાણી આગળ રોડ પર ફાયર ફાઈટરે ત્યાં એક વ્યક્તિના ઘર આગળ પાર્ક કરેલ મારુતિ અલ્ટો કારને અડફેટે લીધી હતી. આ અલ્ટો કારને ફાયર બ્રિગેડના ચાલાકે અડફેટે લેતા અંદાજીત અલ્ટો કારને 1,00,000નુ નુકશાન થયેલ છે. આ અકસ્માતમાં અંદાજીત ત્રણ ફાયરબ્રિગેડમા સવાર વ્યકિતઓને ઇજા થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોવાનું માલુમ પડેલ છે. તેમજ પોતાના ઘર આગળ પાર્ક કરેલી અલ્ટો કારને 1,00,000 નું નુકશાન થતાં આ અંગે ઝાલોદ પોલીસ સ્ટેશને કાર માલિક દ્વારા અરજી આપી જાણકારી આપવામાં આવેલ છે.

Share

Related posts

ઝાલોદ નગરમાં ગીતા જયંતિ સપ્તાહની ઉજવણી બી.એમ.હાઇસ્કૂલ ખાતે કરવામાં આવી

gujaratjanekta

બનાસકાંઠામાં અર્બુદા સેનાનું આક્રોશ સંમેલન : વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માંગ

gujaratjanekta

દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડે દ્વારા ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે સામાન્ય ગ્રામપંચાયત દફતર તપાસણી કરી સાથે ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial