પંકજ પંડિત
લીમડી મુકામે ધરતી આબા ઉત્કર્ષ અભિયાનનુ સમાપન કરવામાં આવ્યું ભારત સરકાર દ્વારા દેશના વિકાસને વેગવંતો બનાવવાના વિશેષ ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન થકી આદિવાસી વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય સુવિધાઓ તેમજ વ્યક્તિલક્ષી યોજનાઓ સ્થળ પર જ લાભ મળે તે માટે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન વિવિધ તાલુકાઓમાં યોજવામાં આવી રહેલ છે. તે સંદર્ભે ઝાલોદ લીમડી કન્યા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય મહેશ ભૂરીયાની પ્રેરક ઉપસ્થિતીમા પ્રોગ્રામ યોજાયો હતો.
આજના પ્રોગ્રામ સંદર્ભે ધારાસભ્ય મહેશ ભૂરીયા આવતા તેઓનું ઢોલ નગારા તેમજ કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ સ્વાગત ગીત, પ્રાર્થના તેમજ દિપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત ધારાસભ્ય તેમજ પદાધિકારીઓનુ સન્માન આદિવાસી બંડી તેમજ તીર કામઠા આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઝાલોદ તાલુકામાં ધરતી આબા ઉત્કર્ષ અભિયાન હેઠળ આ પાંચમો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આજના આ પ્રોગ્રામ સાથે તાલુકા કક્ષાના આ પ્રોગ્રામનુ સમાપન કરવામાં આવ્યું હતું.
આજના આ સમાપન પ્રોગ્રામમાં 36 ગામોનો સમાવેશ થયેલ હતો જેઓને એક જ સ્થળે સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. સ્કૂલની વિધાર્થીનીઓ દ્વારા સરકારી યોજનાનો લાભ કેવી રીતે લેવો તેનું નાટક ભજવી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ આઈ.સી.ડી.એસની બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવી સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આજના પ્રોગ્રામ સંદર્ભે ધારાસભ્ય મહેશ ભૂરીયાએ કહ્યું કે ભાજપ સરકાર લગાતાર ગ્રામ્ય લક્ષી વિવિધ યોજનાઓ બનાવી તેના વિકાસ માટે નિરંતર પ્રયાસ કરી રહેલ છે. સરકાર સાથે ગ્રામ્ય વિસ્તારનો દરેક માનવી જોડાઈ સરકારની દરેક યોજનાઓનો લાભ લઈ પોતાના અને દેશના વિકાસમાં ફાળો આપી શકે છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારની તકલીફ સમજી અવારનવાર પ્રાથમિક જન સુવિધા ગ્રામ્ય કક્ષા સુધી પહોંચે અને તેનો લાભ દરેક ગ્રામ્ય વિસ્તારનો નાગરિક લે. ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા અનેક સરકારી ગ્રામ્ય યોજનાઓ વિશે માહિતી આપી તેનો લાભ લેવા સૂચન કરેલ હતું. આજના પ્રોગ્રામમાં ધારાસભ્ય મહેશ ભૂરીયા, પ્રાંત અધિકારી , મામલતદાર, ટીડીઓ ,સીડીપીઓ ,સરપંચો, આગેવાનો ઉપસ્થિત રહી પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો.

