Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમા અનોખો રેકોર્ડ વડોદરા ઝોનમાં પાંચમો નંબર

પંકજ પંડિત

સ્વચ્છતા સર્વેક્ષણમા ઝાલોદનો ભારતમાં 96 મો નંબર તેમજ રાજ્યમા 29 મો નંબરભારત સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા અભિયાન હેઠળ સર્વેક્ષણ કરવામાં આવતા હોય છે. આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ 2024 મા ઝાલોદ નગરપાલિકા દ્વારા પણ ભાગ લેવામાં આવેલ હતો. 2024 મા સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લેવા માટે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ઓફીસર દિપસિંહ હઠીલા દ્વારા ભાગ લઈ સફાઈમા વિશેષ આયોજન કરી ટીમ બનાવવામાં આવેલ હતી ત્યારબાદ નગરપાલિકાની નવા ચૂંટાયેલ કાઉન્સિલરો તેમજ હાલના ચીફ ઓફિસર ટી.બી.ભાભોર દ્વારા પણ સ્વચ્છ ઝાલોદ કેવી રીતે રહે તે માટે સતત કામગીરી કરી રહેલ હતા. સ્વચ્છત ઝાલોદ અભિયાનના સપનાને સાકાર કરવા સેનેટરી ઈન્સ્પેક્ટર વૈશાલીબેન.એ.ભૂરીયા અને સફાઈ સુપર વાઈઝર અને સફાઈ કામદારો તેમના સહયોગી ટીમ દ્વારા સ્વચ્છતા માટે નિયમિત કાળજી લઈ ઝાલોદમા નિયમિત સફાઈની તકેદારી રાખવામાં આવતી હતી તેમજ આ કાર્યમા નગરના નાગરિકોનો પણ સુંદર સહકાર થકી ભારત સરકાર દ્વારા જાહેર કરેલ સ્વછતા સર્વેક્ષણ 2024 ના સ્વછતા સર્વેક્ષણમાં ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગ લીધેલો હતો.જેમાં સ્વચ્છ શહેરમાં ઝાલોદ નગરપાલિકાએ નેશનલ લેવલે 96 મો રેન્ક અને રાજ્યમાં 29 મો રેન્ક અને વડોદરા ઝોનની નગરપાલિકામાં ઝાલોદ નગરપાલિકા 5 મો રેન્ક મેળવેલ છે. 2023 વર્ષની કામગીરી કરતા 2024 ની સ્વચ્છતા લક્ષી ઉત્તમ કામગીરી નગરમાં જોવા મળેલ છે તેમજ આગામી સમયમાં ઝાલોદ સ્વચ્છતા સર્વેક્ષણમાં વધુ આગળ આવે તે માટે ઝાલોદ નગરપાલિકાની ટીમ કાર્યરત છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના સામાજિક આગેવાન વિક્રમ ડામોર દ્વારા સરપંચની ચૂંટણીમાં સરકારી નોકરી કરતા વ્યક્તિ દ્વારા પ્રચાર કરવાના આક્ષેપ

gujaratjanekta

દીવ ખાતે ૬૨ મોં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી .

Admin

રશિયા બન્યું વધુ આક્રમક, યૂક્રેન પર કર્યા મિસાઈલથી હુમલા, બેલારુસ જશે પુતિન

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial