Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

હાલ કડાણા ડેમના 19 ગેટ ખોલી નખાયા : ડેમમાંથી 7.80 લાખ ક્યુસેક પાણી છોડાયુ – જુઓ VIDEO

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પાણીની ભરપૂર આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. મહીસાગર જીલ્લાના કડાણા ડેમ પર સતત મોનિટરિંગ કરી રહેલા કાર્યપાલક ઈજનેર શ્રી આર.એમ ડામોરના જણાવ્યા મુજબ કડાણા ડેમના હાલ 19 ગેટ ખોલી નાખવામાં આવ્યા છે તેમજ 7.80 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યુ છે. હાલ કડાણા ડેમની જળ સપાટી 416.03 ફૂટ ઉપર પહોંચી છે ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

                      – શ્રી આર.એમ ડામોર – (કા.ઈ – KD1)

મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ ફરી એકવાર ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના કુલ 107 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં લુણાવાડા તાલુકાના 64 ગામો, ખાનપુર તાલુકાના 16 ગામો અને કડાણા તાલુકાના 27 ગામો એલર્ટ પર છે.

હવામાન વિભાગે કરી વરસાદની આગાહી :

અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી કરી છે. જે મુજબ 17 સપ્ટેમ્બર થી પંચમહાલ, દાહોદ, મહીસાગર છોટાઉદેપુર, ભરૂચ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે. જ્યારે 18 સપ્ટેમ્બરે સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી છે. 19 સપ્ટેમ્બરે કચ્છ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.

Share

Related posts

આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કતારગામ વિધાનસભાના તમામ નાગરીકો દ્વારા લોકશાહી પર્વમાં મતદાન કરવા બદલ આભાર માન્યો

Admin

જન કલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે* *ધારાસભ્ય મહેશ ભુરીયાએ તમામ લાભાર્થીઓને સરકારની સેવાઓ અચૂક લેવા માટે જણાવ્યું.

gujaratjanekta

જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીનીઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial