Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના મહુડી પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

ઝાલોદ તાલુકામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ વિભાગની વિવિધ યોજના વિશે, તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતા THR ની વિવિઘ વાનગીઓ નું નિદર્શન કરી લાભાર્થીઓને તેના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી.ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત ઝાલોદ તાલુકાના મહુડી પ્રાથમિક શાળા ખાતે સરકારશ્રીના વિવિધ વિભાગો થકી મૂળ લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુસર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના કલસ્ટરમા સમાવિષ્ટ આઇ.સી.ડી.એસ વિભાગ, આઈ.સી.ડી.એસ આધાર કીટ,ખેતીવાડી વિભાગ, આધારકાર્ડ, પશુપાલન ,આવક પ્રમાણપત્ર, જન્મ મરણ પ્રમાણપત્ર, બી.પી.એલ દાખલા, આકારણી, રહેઠાણ અંગેના દાખલા, ઓળખાણ અંગેના દાખલા, પુન: લગ્ન ન હોય તે અંગેના દાખલા સહિત ૧૫ જેટલા વિભાગો માં લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુ થી કાર્યક્રમ યોજવામાં આવ્યો.આંગણવાડી ના ભૂલકાઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું, જેને ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી.
ઝાલોદ તાલુકાના માન.ધારાસભ્ય મહેશ ભૂરિયા ,પ્રાંત અધિકારી ,સીડીપીઓ માછી નીલુબેન, મામલતદાર પરમાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચો, તાલુકા પંચાયત સભ્ય, ગામના આગેવાનો તથા મુખ્ય સેવિકા,આંગણવાડી કાર્યકર હાજર હતા.

Share

Related posts

ઝાલોદ નગરમાં અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

gujaratjanekta

જરોદ ખાતે મોતને ભેટનાર અર્જુનની હજારોની મેદની સાથે અંતિમયાત્રા નીકળી

gujaratjanekta

દાહોદમાં ભાજપની સેન્સ: ફતેપુરા વિધાનસભામાં દાવેદારોનો મેળાવડો,એક ડઝન જેટલાં હોદેદારોએ ટિકિટ માંગણી કરતા ખળભળાટ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial